fbpx

પ્રાંતિજ ના રામપુરા ગામની સીમ મા બે બાઈક વચ્ચે અકસ્માત

Spread the love

પ્રાંતિજ ના રામપુરા ગામની સીમ મા બે બાઈક વચ્ચે અકસ્માત
– અકસ્માત મા રામપુરા ના બાઈક ચાલક નુ કમકમાટી ભર્યુ મોત
– અકસ્માત સર્જી બાઈક ચાલક પોતાનુ બાઇક લઇ ભાગી ગયો
– પ્રાંતિજ પોલીસે ગુનોનોંધી આગળ ની તપાસ હાથ ધરી
 


સાબરકાંઠા જિલ્લા ના પ્રાંતિજ તાલુકા ના રામપુરા ગામની સીમ મા બે બાઈક વચ્ચે અકસ્માત મા રામપુરા ના બાઈક ચાલક નુ મોત નિપજ્યુ હતુ તો અકસ્માત સર્જી બાઇક ચાલક પોતાનુ બાઇક લઇ ને ભાગી ગયો


   પ્રાંતિજ ના રામપુરા ગામની સીમ મા જેટકો સબ સ્ટેશન ની આગળ ફતેપુર થી રામપુરા ચોકડી તરફ જતા રોડ ઉપર બાઈક ચાલક પોતાના કબજા ની બાઇક નંબર- જી.જે.૦૯ સી.કે ૦૩૪૭ નો ચાલક ફુલફાસ્ટ ઝડપે અને બેદરકારી અને ગફલત ભરી રીતે હંકારી લાવી ગુણવંત ભાઇ ની બાઈક નંબર-જી.જે.૦૯ ડી.૨૭૨૧ ને ટક્કર મારી માથાના ભાગે તથા શરીરે ગંભીર ઇજાઓ પોહચાડી ગુણવંત ભાઇ પંચાલ મોત નિપજાવી બાઇક ચાલક પોતાનુ બાઇક લઇ ને અકસ્માત સ્થળેથી ભાગી જતા મૃતક નો પુત્ર મિતેષ કુમાર ગુણવંતભાઇ પંચાલ દ્રારા બાઇક નંબર ના આધારે પ્રાંતિજ પોલીસ સ્ટેશન મા બાઇક ચાલક વિરૂધ્ધ  પોલીસ ફરિયાદ કરતા પ્રાંતિજ પોલીસે ૨૮૧,૧૦૬ (૧) તથાએમ.વી.એકટ કલમ ૧૭૭,૧૮૪,૧૩૪(બી) મુજબ ગુનોનોંધી આગળની તપાસ પ્રાંતિજ પોલીસ સ્ટેશન ના હેડ કોન્સ્ટેબલ જનકકુમાર શામળભાઇ દ્રારા હાથ ધરવામા આવી

જીલ રાવલ સાબરકાંઠા

error: Content is protected !!