

ટીમ ઇન્ડિયાના ક્રિક્રેટર અને IPL 2025માં KKRની ટીમમાં રમનારા રીંકુ સિંહની 8 જૂન, રવિવારે લખનૌમાં ઉત્તર પ્રદેશના સાંસદ પ્રિયા સરોજ સાથે સગાઇ થઇ ગઇ, 18 નવેમ્બર 2025ના દિવસે લગ્ન થવાના છે.રિંકુ સિંહ સાથે નવી ઇનિંગની શરૂઆત કરનાર પ્રિયા સરોજ કોણ છે? એ વિશે વાત કરીશું.
પ્રિયા સરોજ ઉત્તર પ્રદેશના જાણીતા પોલિટિકલ પરિવારમાંથી આવે છે. તેમના પિતા તુફાની સરોજ 3 વખત સાંસદ રહી ચૂક્યા છે અને સમાજવાદી પાર્ટીના કદાવર નેતા કહેવાય છે.પ્રિયાનો જન્મ 23 નવેમ્બર 1998માં વારાણસીના કરખિયાંવવ ગામમાં થયો હતો. પ્રિયા 2022માં રાજકારણમાં આવ્યા અને 2024 લોકસભાની ચૂંટણીમાં સમાજવાદી પાર્ટીની ટિકીટ પરથી ચૂંટણી લડ્યા અને જીત્યા, તેઓ દેશના સૌથી યુવાન બીજા નંબરના સાંસદ બન્યા છે.