fbpx

ઇઝરાયલથી વીડિયો વાયરલ થયો અને પોલીસે કાંધલ જાડેજાના કાકી હીરલબાને ઉપાડી લીધા

Spread the love
ઇઝરાયલથી વીડિયો વાયરલ થયો અને પોલીસે કાંધલ જાડેજાના કાકી હીરલબાને ઉપાડી લીધા

પોરબંદરના મહેર જ્ઞાતિના અગ્રણી અને કુતિયાણાના ધારાસભ્ય કાંધલ જાડેજાના કાકી હીરલબા જાડેજાની ધરપકડ કરવામાં આવી છે. તેમની સામે પોલીસમાં ગંભીર ફરિયાદ થઇ હતી.

મુળ કુછડી ગામના અને અત્યારે ઇઝરાયલ રહેતા લીલુબેન ઓડેદરા નામની મહિલાનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો અને તેમણે રડતા રડતા વિનંતી કરી કે હિરલબાના માણસો અમારા પરિવારના લોકોને ઉંચકી ગયા છે તેમને બચાવો.

 આ વીડિયો પોલીસ સુધી પહોંચતા તપાસ કરી તો ખબર પડી કે હિરલબાએ લીલુબેન ઓડેદરાના પતિ, પુત્ર સહિત અનેક લોકોનું અપહરણ કરીને પોતાના બંગલામાં 17 દિવસ સુધી ગોંધી રાખ્યા હતા.

લીલુબેનની દીકરીએ 70 લાખ ઉછીના લીધા હશે તેની ઉઘરાણી માટે હિરલબા અને તેમના માણસો લોકોને તો ઉંચકી લાવ્યા હતા, સાથે મોબાઇલ, વાહનો લેપટોપ વગેરે પણ લઇ આવ્યા હતા.

error: Content is protected !!