

લોકશાહી એ આપણા દેશનો પાયો છે અને આ લોકશાહીનું સંચાલન કરે છે આપણા દ્વારા ચૂંટાયેલા રાજકારણીઓ. આ નેતાઓ સરકારમાં બેસીને નિયમો અને કાયદાઓ ઘડે છે જે આપણા વર્તમાન અને ભવિષ્યને આકાર આપે છે. આપણે જે નેતાઓને ચૂંટીએ છીએ તેઓ આપણા સમાજની દિશા નક્કી કરે છે. આથી મતદાન એ માત્ર એક અધિકાર નથી પરંતુ એક મહત્વની જવાબદારી પણ છે. મતદાર તરીકે આપણે ચોકસાઈ અને જાગૃતિ સાથે આપણા નેતાઓની પસંદગી કરવી જોઈએ જેથી આપણું ભવિષ્ય સુરક્ષિત અને સમૃદ્ધ રહે.
મતદાન કરતી વખતે આપણે ઘણીવાર લાગણીઓ, પ્રલોભનો કે અફવાઓના આધારે નિર્ણય લઈ લઈએ છીએ. કોઈના કહેવાથી કે ટૂંકા ગાળાના લાભની લાલચમાં મત આપવો એ આપણા ભવિષ્ય સાથે ચેડાં કરવા બરાબર છે. જો આપણે ખોટા નેતાઓને ચૂંટીશું તો તેઓ નીતિઓ અને કાયદાઓ દ્વારા આપણું શોષણ કરી શકે છે આપણા હિતોની અવગણના કરી શકે છે. આથી આપણે પોતાના મતનું મૂલ્ય સમજવું જોઈએ અને જવાબદારીનપૂર્વક નિર્ણય લેવો જોઈએ.

નેતાની પસંદગી કરતી વખતે કેટલીક બાબતોનું ધ્યાન રાખવું જરૂરી છે.
પહેલું ઉમેદવારનો ઇતિહાસ અને કામગીરી તપાસો. તેમણે અગાઉ કયા કામો કર્યા? શું તેઓ પ્રામાણિક અને પારદર્શી રહ્યા છે?
બીજું તેમનો દૃષ્ટિકોણ અને નીતિઓ સમજો. શું તેમની યોજનાઓ આપણા સમાજની સમસ્યાઓ જેવી કે શિક્ષણ, રોજગાર, આરોગ્ય અને પર્યાવરણનું રક્ષણ કરવા માટે વ્યવહારુ છે?
ત્રીજું ઉમેદવારની નૈતિકતા અને મૂલ્યોનું મૂલ્યાંકન કરો. શું તેઓ ખરેખર જનહિત માટે કામ કરવા માંગે છે કે માત્ર સત્તા અને લાભ મેળવવા માટે ચૂંટણી લડી રહ્યા છે?
-copy13.jpg?w=1110&ssl=1)
આપણે એ પણ યાદ રાખવું જોઈએ કે લોકશાહીમાં દરેક મત મહત્વનો છે. એક મત પણ ચૂંટણીનું પરિણામ બદલી શકે છે. આથી મતદાન કરવું એ આપણી ફરજ છે. જો આપણે મતદાન નહીં કરીએ તો આપણે આપણા ભવિષ્યને બીજાના હાથમાં સોંપી દઈએ છીએ. ખાસ કરીને યુવા મતદારોએ આ જવાબદારીને ગંભીરતાથી લેવી જોઈએ કારણ કે તેઓ જ આવનારી પેઢીનું નેતૃત્વ કરશે.
અંતમાં લોકશાહીની સફળતા આપણા હાથમાં છે. જાગૃત અને જવાબદાર મતદાન દ્વારા આપણે એવા નેતાઓ ચૂંટી શકીએ છીએ જે આપણા દેશ અને સમાજનું ભવિષ્ય ઉજ્જવળ બનાવે. ચૂંટણીઓમાં આપણે ચોકસાઈ, જાગૃતિ અને નિષ્પક્ષતા સાથે મતદાન કરીશું તો આપણું ભવિષ્ય સુરક્ષિત અને સમૃદ્ધ રહે.