fbpx

ગુજરાત ભાજપે પોતાના જ કોર્પોરેટર આશિષ જોશીને કેમ સસ્પેન્ડ કરી દીધા

Spread the love
ગુજરાત ભાજપે પોતાના જ કોર્પોરેટર આશિષ જોશીને કેમ સસ્પેન્ડ કરી દીધા

છેલ્લા કેટલાક સમયથી ભારતીય જનતા પાર્ટી (BJP) સામે બાંયો ચઢાવનાર ભાજપા કોર્પોરેટર આશિષ જોષીને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે.  પાર્ટી દ્વારા જાહેર કરવામાં આવેલા સસ્પેન્શન લેટરમાં લખવામાં આવ્યું છે કે ઘણી વખત આપને પાર્ટી દ્વારા મૌખિક અને લેખિતમાં શિસ્તમાં રહેવા કહેવામા આવ્યું હતું. ઘણા પ્રસંગે આપના વર્તન અને વ્યવહારથી પાર્ટીની છબી બગડી રહી છે. તમને આ અંગે કારણદર્શક નોટિસ આપવામાં આવી હતી, એ છતા તમારા વ્યવહારમાં સુધારો થયો નથી અને કેટલીક જગ્યાએ પાર્ટીની છબી ખરડવામાં સહભાગી થયા હોય તેમ ખાતરી થઈ છે. જે અલગ-અલગ વર્તમાનપત્રો અને અને સોશિયલ મીડિયાના વિવિધ મધ્યમોથી પણ પુષ્ટિ થઈ છે. જે બાબતને ધ્યાનમાં લઈને પ્રદેશ અધ્યક્ષ શ્રીની સૂચનાથી તમને ભારતીય જનતા પાર્ટીના સક્રિય અને પ્રાથમિક સભ્ય પદ પરથી બરખાસ્ત કરવામાં આવે છે.

VMCVMC

ઉલ્લેખનીય છે કે, કાઉન્સિલર આશિષ જોષીએ તત્કાલીન મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણા સાથે સામાન્ય સભામાં કાંસની સફાઇ બાબતે ગેરર્તન કર્યું હતું. આ ઉપરાંત ઘણી વખત ભાજપાની છબી પર કલંક લાગે તેવા નિવેદન અને સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી હતી. આ મામલે તેમને શહેર ભાજપ દ્વારા નોટિસ પણ આપવામાં આવી હતી. આ ઉપરાંત હાલમાં વડોદરા મહાનગર સેવાસદન દ્વારા મુખ્યમંત્રીના હસ્તે વિકાસ કામોના લોકાર્પણ અને ખાતમુહૂર્તના આયોજીત કાર્યક્રમમાં હરણી બોટ કાંડ પીડિત 2 મહિલાઓને મોકલીને પાલિકા શાસકોના ધજાગરા ઉડાવ્યા હોવામાં પણ કાઉન્સિલર આશિષ જોષીનુ નામ આવ્યું સામે આવ્યું હતું. આવી ઘણી બાબતોને લઇને ભાજપ દ્વારા સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આશિષ જોશી ઉપરાંત પૂર્વ કોર્પોરેટર અરવિંદ પ્રજાપતિને પણ શિસ્તભંગને કારણે પાર્ટીમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

VMC2

જાણકારોનું કહેવું છે કે, વોર્ડ નં-15ના કોર્પોરેટર આશિષ જોશીને હરણી બોટકાંડના પીડિત પરિવારો સાથેની નીકટતા નડી છે, જ્યારે પૂર્વ કોર્પોરેટર અરવિંદ પ્રજાપતિ દ્વારા પાર્ટીની શિસ્તને શોભે નહીં તેવી સોશિયલ મીડિયા પોસ્ટ કરવામાં આવી હતી. જેથી બંને મામલે આકરી કાર્યવાહી કરવામાં આવી હોવાની વાત લોકોમાં ચર્ચાઇ રહી છે.

Leave a Reply

error: Content is protected !!