fbpx

અદાણી ગ્રુપ જેનો પહેલીવાર ઉપયોગ કરવા જઈ રહ્યું છે તે હાઇડ્રોજન ટ્રક શું છે

Spread the love
અદાણી ગ્રુપ જેનો પહેલીવાર ઉપયોગ કરવા જઈ રહ્યું છે તે હાઇડ્રોજન ટ્રક શું છે

અદાણી ગ્રુપ ભારતમાં પહેલીવાર હાઇડ્રોજન ટ્રકનો ઉપયોગ કરવા જઈ રહ્યું છે. આ વ્યાપાર જૂથે જણાવ્યું હતું કે, તેણે છત્તીસગઢમાં ખાણકામ લોજિસ્ટિક્સ માટે ભારતનો પ્રથમ હાઇડ્રોજન સંચાલિત ટ્રકને કામ માટે લીધો છે. આ ટ્રક 200 કિલોમીટરના અંતર સુધી 40 ટન માલ લઈ જઈ શકે છે. ગ્રુપની મુખ્ય કંપની અદાણી એન્ટરપ્રાઇઝે સ્વચ્છ પરિવહનને પ્રોત્સાહન આપવા માટે હાઇડ્રોજન ફ્યુઅલ સેલ ટ્રકને લીલી ઝંડી આપી. કંપનીએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, ‘આ હાઇડ્રોજન સંચાલિત ટ્રકો ધીમે ધીમે કંપનીના લોજિસ્ટિક્સ કામગીરીમાં વપરાતા ડીઝલ વાહનોનું સ્થાન લેશે.’

Hydrogen Powered Truck

કંપનીએ જણાવ્યું હતું કે, એક ભારતીય અને આંતરરાષ્ટ્રીય ઉર્જા ટેકનોલોજી કંપની અને એક અગ્રણી ઓટો ઉત્પાદક સાથે સહયોગમાં, અદાણી કાર્ગો પરિવહન માટે હાઇડ્રોજન ફ્યુઅલ સેલ બેટરી સંચાલિત ટ્રક વિકસાવી રહી છે. છત્તીસગઢના CM વિષ્ણુ દેવ સાંઈએ રાયપુરમાં પ્રથમ હાઇડ્રોજન ટ્રકને લીલી ઝંડી આપી. તેનો ઉપયોગ ગારે પેલ્મા, 3 બ્લોકથી રાજ્યના પાવર પ્લાન્ટ સુધી કોલસાના પરિવહન માટે કરવામાં આવશે.

હાઇડ્રોજન ટ્રક એક એવું વાહન છે જે પેટ્રોલ-ડીઝલને બદલે હાઇડ્રોજન ફ્યુઅલ સેલ પર ચાલે છે. આમાં, હાઇડ્રોજન ગેસનો ઉપયોગ બળતણ તરીકે થાય છે અને તેને ઇલેક્ટ્રિક મોટર ચલાવવા માટે વીજળીમાં રૂપાંતરિત કરવામાં આવે છે.

હાઇડ્રોજન ટ્રકના ફાયદા: શૂન્ય કાર્બન ઉત્સર્જનને કારણે હાઇડ્રોજન ટ્રક પર્યાવરણ માટે સારા માનવામાં આવે છે. હાઇડ્રોજન ટ્રકની બીજી એક મોટી ખાસિયત એ છે કે તેમાં ઝડપથી ઇંધણ ભરાય છે અને થોડીવારમાં જ હાઇડ્રોજન ભરી શકાય છે. હાઇડ્રોજન ટ્રક બેટરીથી ચાલતા ઇલેક્ટ્રિક ટ્રક કરતાં વધુ અંતર કાપી શકે છે.

Hydrogen Powered Truck

ભારતમાં હાઇડ્રોજન ટ્રકની કિંમત 2 કરોડ રૂપિયા સુધી છે. જોકે, કિંમત ટ્રકના મોડેલ અને ક્ષમતાઓ પર આધારિત છે. H2-FCEV ટ્રકની કિંમત 1 થી 2 કરોડ રૂપિયા સુધીની છે, જ્યારે H2-ICE ટ્રકની કિંમત 60 થી 90 લાખ રૂપિયા સુધીની છે.

ભારતમાં હાઇડ્રોજન ટ્રકનો વિકાસ ખૂબ જ પ્રારંભિક તબક્કામાં છે, પરંતુ સરકારી સમર્થન અને ખાનગી કંપનીઓની ભાગીદારીથી, આ ક્ષેત્ર ઝડપથી આગળ વધી રહ્યું છે. આ ટ્રકોના સંચાલનથી માત્ર પ્રદૂષણ ઘટશે નહીં, પરંતુ દેશની ઊર્જા સુરક્ષા પણ મજબૂત થશે.

error: Content is protected !!