fbpx

ડી બીયર્સનો એક મોટો નિર્ણય અને સુરતના લેબગ્રોન ડાયમંડને  ફાયદો

Spread the love
ડી બીયર્સનો એક મોટો નિર્ણય અને સુરતના લેબગ્રોન ડાયમંડને  ફાયદો

દુનિયાની સૌથી મોટી ડાયમંડ માઇનીંગ કંપની ડિ બીયર્સે એક એવો નિર્ણય કર્યો છે જેને કારણે સુરતના લેબગ્રોન ડાયમંડ ઉદ્યોગને મોટો ફાયદો થશે. ડિ બીયર્સે જાહેરાત કરી છે કે કંપનીની લેબગ્રોન ડાયમંડ જ્વેલરી બ્રાન્ડ લાઇટ બોક્સનો બિઝનેસ બંધ કરી દશે અને અત્યારની ઇન્વેટરીનું વેચાણ પુરુ થયા પછી ભવિષ્યમાં લેબગ્રોન ડાયમંડના બિઝનેસમાં પડશે નહી અને તેને બદલે માત્ર નેચરલ ડાયમંડ બિઝનેસ પર ફોકસ કર્યું છે.

લેબગ્રોન ડાયમંડ જ્વેલરી માર્કેટમાં લાઇટબોક્સની ભૂમિકા મહત્ત્વની હતી હવે  તેના હટી જવાને કારણે સુરતના લેબગ્રોન ડાયમંડ ઉત્પાદકો અને બ્રાન્ડસને બજારમાં તેમનો હિસ્સો વધારવાની તક મળશે. નેચરલ ડાયમંડની જેમ જ લેબગ્રોન ડાયમંડમાં પણ સુરત દુનિયામાં નંબર વન છે. જો કે ડિ બીયર્સના હટી જવાને કારણે લેબગ્રોન ડાયમંડની વિશ્વસનિયતા પર મોટો ફટકો પડી શકે છે.

error: Content is protected !!