fbpx

દર મહિને 427 કરોડની કમાણી કરતો આ યૂટ્યૂબર મંદિરના વીડિયોમાં ફસાયો

Spread the love
દર મહિને 427 કરોડની કમાણી કરતો આ યૂટ્યૂબર મંદિરના વીડિયોમાં ફસાયો

દર મહિને 427 કરોડ રૂપિયાની કમાણી કરતો અને દુનિયાનો નંબર વન યુટ્યુબર ગણાતો મિસ્ટર બિસ્ટ મંદિરના એક વીડિયોમાં ફસાયો છે.

જેમ્સ સ્ટીફન ડોનાલ્ડસન જે યુટ્યુબ પર મિસ્ટર બિસ્ટ તરીકે જાણીતો છે અને નાના બાળકો પણ તેના વીડિયો જુએ છે.વર્ષ 2024માં તે માત્ર 26 વર્ષનો હતો ત્યારે અબજોપતિની યાદીમાં સામેલ થઇ ગયો હતો. તેની નેટવર્થ 8500 કરોડ રૂપિયા છે.તે દુનિયાનો આઠમાં નંબરનો સૌથી યુવાન અબજોપતિ છે.

મિસ્ટર બિસ્ટે તાજેતરમાં મેક્સિકોના માયા મંદિરનો વીડિયો શૂટ કર્યો હતો અને એ વીડિયોને 6 કરોડ વ્યૂઝ મળ્યા હતા. પરંતુ મેક્સિકન નેશનલ ઇન્સ્ટીટયૂટ ઓફ ઓર્કિયોલોજીએ આરોપ લગાવ્યો છે કે, મિસ્ટર બિસ્ટે  નફો મેળવવા વીડિયો શૂટ કર્યો.

error: Content is protected !!