fbpx

હાઇસ્પીડ ઇલેક્ટ્રીક રેલવે એન્જિન પ્લાન્ટ તૈયાર, ગુજરાતને થશે મોટો ફાયદો?

Spread the love
હાઇસ્પીડ ઇલેક્ટ્રીક રેલવે એન્જિન પ્લાન્ટ તૈયાર, ગુજરાતને થશે મોટો ફાયદો?

ગુજરાતના દાહોદમાં હાઇસ્પીડ ઇલેક્ટ્રીક રેલવે એન્જિન પ્લાન્ટ તૈયાર થઇ ગયો છે અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 26 મે 2025ના દિવસે ઉદઘાટન કરવાના છે. આ પ્લાન્ટમાં 9000 હોર્સ પાવરનું સિંગલ એન્જિનવાળા 4 એન્જિન તૈયાર થઇ ગયા છે.

દેશમાં પહેલીવાર લોકોમોટીવ માટે એસી અને ટોઇલેટની સુવિધા આપવામાં આવી છે. આ એન્જિનની ઝડપ 120 કિ.મીની હશે. કુલ 21405 કરોડ રૂપિયાના ખર્ચે આ પ્લાન્ટ બનાવવામાં આવ્યો છે. જેમાં 10 વર્ષમાં 1200 એન્જિન બનાવવામાં આવશે.

દરેક એન્જિન પર D9 લખેલું હશે, જેમાં Dનો મતલબ દાહોદ અને 9નો મતલબ 9000 હોર્સ પાવર એન્જિન છે.

આ પ્લાન્ટને કારણે ગુજરાતને મોટો ફાયદો થશે. લગભગ 10000 લોકોને રોજગારી મળવાની છે. આઉટ સોર્સિંગ સાથે સંકળાયેલા લોકોને પણ ફાયદો થશે.

error: Content is protected !!