

તમિલનાડુ સ્ટેટ કોર્પોરેશનની સામે EDના દરોડાના કેસની સુનાવણી સુપ્રિમ કોર્ટમાં થઇ હતી. કેન્દ્ર સરકાર વર્સીસ રાજ્ય સરકાર. આ સુનાવણી CJI બી આર ગવઇ અને ન્યાયાધીશ એજી મસીહની બેંચ કરી રહી હતી. CJIએ સુનાવણી દરમિયાન EDને ખખડાવી હતી અને દરોડાની કાર્યવાહી પર રોક લગાવી દેવામાં આવી છે.
CJIએ EDને કહ્યું કે, કોર્પોરેશનની સામે ગુનો કેવી રીતે બને? તમે વ્યકિતની સામે ગુનો નોંધી શકો. કોર્ટે કહ્યું કે, ED બધી મર્યાદાઓ પાર કરી રહીછે.
EDના વકીલે કહ્યું કે, આ આખું કૌભાંડ 1000 કરોડ રૂપિયાનું છે અને કૌભાંડમાં ઘણા રાજનેતાઓને બચાવવામાં આવી રહ્યા છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે, જ્યારે રાજ્ય સરકારે FIR કરેલી જ છે તો પછી EDએ દખલગીરી કરવાનું શું કામ હતું?