fbpx

સુરતમાં 12 વર્ષના દીકરાને દીક્ષા લેવી હતી, પિતા કોર્ટ પહોંચી ગયા અને આવ્યો આ ફેંસલો

Spread the love
સુરતમાં 12 વર્ષના દીકરાને દીક્ષા લેવી હતી, પિતા કોર્ટ પહોંચી ગયા અને આવ્યો આ ફેંસલો

સુરતમાં 12 વર્ષના છોકરાની દીક્ષા કોર્ટે અટકાવી છે. વાત એમ બની હતી કે સુરતનો એક છોકરો દીક્ષા લઇ રહ્યો છે એવું ડિજિટલ ઇન્વિટેશન સોશિયલ મીડિયા પર વાયરલ થયું હતું. જેને આધારે તેના ઇંદોરમાં રહેતા પિતાએ સુરત કોર્ટમાં અરજી કરી હતી કે તેના પુત્રની દીક્ષા અટકાવાવમાં આવે.

આ છોકરાની માતા અને પિતાનો છુટાછેડાનો કેસ પહેલેથી કોર્ટમાં ચાલે છે. કોર્ટમાં જ્યારે આ 12 વર્ષના પુત્રને હાજર કરાયો ત્યારે તેણે રડતા રડતા કોર્ટને કહ્યું હતું કે, મારે નથી મારી માતા પાસે રહેવું કે નથી પિતા પાસે, મારે સંયમના માર્ગે જવું છે અને હું મારા ગુરુ સાથે રહેવા માંગુ છું.

કિશોરે કોર્ટેને કહ્યું કે, મારા પિતાએ ક્યારેય પિતા તરીકેની જવાબદારી સંભાળી નથી અને હવે મારા માર્ગમાં અવરોધ ઉભો કરી રહ્યા છે. કોર્ટે અત્યારે આ દીક્ષા પર સ્ટે આપ્યો છે.

error: Content is protected !!