
-copy49.jpg?w=1110&ssl=1)
સુરતના પોલીસ વિભાગમાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે.32 વર્ષથી પોલીસમાં કામ કરતા એક અધિકારીને ગુજરાત પોલીસ વડા વિકાસ સહાયેએ પળવારમાં બરખાસ્ત કરી દીધા. તેમની નોકરી છીનવી લેવામાં આવી.
વાત એમ બની હતી કે, સુરતના K ડિવીઝનમાં ACP તરીકે ફરજ બજાવતા બી. એમ. ચૌધરીએ 1993માં જ્યારે ડાયરેક્ટ PSI તરીકે જોડાયા હતા ત્યારે જાતિ અંગેનું ખોટું પ્રમાણપત્ર રજૂ કર્યું હતું. આ વિશેની ફરિયાદ ગુજરાત પોલીસના વડા વિકાસ સહાયને મળી હતી. તપાસ કરતા ખબર પડી કે આ વાત સાચી છે. એટલે ચૌધરીને તાત્કાલિક ડીસમીસ કરી દેવામાં આવ્યા છે. તેમણે 32 વર્ષ સુધી મેળવેલો પગાર પણ સરકાર પાછો મેળવી લેશે એવું જાણવા મળ્યું છે.