
પ્રાંતિજ પાસેના ઓવરબ્રીજ ઉપર ખાડાઓનુ સામ્રાજ્ય જવાબદાર તંત્ર ગોર નિંદ્રા મા
– કોઇનો વ્હાલ છયો જશો તો જવાબદાર કોણ
– ખાડાખડીયા વાળા ઓવરબ્રીજ ને લઈ ને અનેકવાર અકસ્માતો
– અનેક વાહન ચાલકો ખાડાઓ મા પડતા હાડકા ભાગ્યા છે
– રજુઆત બાદપણ જવાબદાર તંત્ર ગૌર નિદ્રામા
– તગડો ટોલટેક્સ ઉધરાવતા હોવાછતાંય હાઇવે ઓથોરિટી સબસલામત
સાબરકાંઠા જિલ્લા ના પ્રાંતિજ સહિત વિસ્તારમા આવેલ નેશનલ હાઇવે-૪૮ ઉપર રહેલ ઓવરબ્રીજો ઉપર ખાડાઓ નુ સામ્રાજ્ય તો જવાબદાર તંત્ર હાલતો ગોર નિંદ્રામા હોય તેવુ સ્પષ્ટ પણે જણાઇ આવે છે




અમદાવાદ-હિંમતનગર નેશનલ હાઇવે-૪૮ ઉપર આવેલ પ્રાંતિજ સહિત પ્રાંતિજ પાસે આવેલ ઓવરબ્રીજો ઉપર ઠેરઠેર ખાડા ખડીયાવાળા હોય અનેક વાહન ચાલકો ખાડાઓ મા પટકાતા જીવ ગુમાવવાનો વારો આવ્યો છે તો અનેકવાર વાહન નોને નુકસાન થયુ છે તો કેટલાય વાહન ચાલકોએ હાડકા ભાગવાનો વારો આવ્યો છે તો અનેકવાર જવાબદાર તંત્ર મા રજુઆતો અને નેશનલ હાઇવે ઓથોરિટી દ્રારા વાહન ચાલકો પાસેથી તગડો ટોલટેક્સ લેતુ હોવાછતાંય ઓવરબ્રીજો ઉપર પડેલ ખાડાઓ ની મરામત ના થતા વાહન ચાલકો મા રોષ જોવા મળી રહ્યો છે તો છેલ્લા બે વર્ષ થી ઓવરબ્રીજ બન્યા ત્યાથીજ આ ઓવરબ્રીજો ઉપર ખાડાઓ પડવાનો સીલસીલો યથાવત છે અને હલકી ગુણવત્તા નુ કામ થયુ હોવાનુ સામે આવી રહ્યુ છે ત્યારે હાલતો ચોમાસાની સિઝન હોય વાહન ચાલકો ખુલ્લો રોડ હોય ટ્રાફિક ના હોય ફુલફાસ્ટ આવતા હોય અને અચાનક ઓવરબ્રીજ ઉપર થી પ્રસાર થતા હોય તે જ સમયે ખાડાઓમા વરસાદી પાણી ભરેલ હોય ખાડાઓમા પાણી ભરાઈ રહેતા ખબર ના પડતા અનેક વાહન ચાલકો પટકાતા વાહન નો ભાગવાનો કે જીવ ગુમાવવાનો વારો આવ્યો છે

કાતો વાહન ચાલકો ને હાડકા ભાગવાનો વારો આવ્યો છે ત્યારે આ રોડ ઉપર તગડો તોલ ટોલટેક્સ લેતા હોવાછતાંય હાઇવે ઓથોરિટી જાણે સબ સલામત હોય તેમ ગોર નીંદ્રામા હોય તેવુ સ્પષ્ટ પણે જણાઇ આવે છે ત્યારે સરકાર દ્રારા પ્રાંતિજ ના મજરા , તાજપુરકૂઈ , પોગલુ પાટીયા , સલાલ , દલપુર સહિત ના ઓવરબ્રીજો ઉપર અવરનવર પડતા મસ્ત મોટા ખાડાઓ ને લઈ ને તપાસ કરવા જવાબદાર લોકો કોન્ટ્રાક્ટર સામે એક્શન લેવામા આવે તેવી માંગ હાલતો ઉઠવા પામી છે અને તાત્કાલિક જવાબદાર તંત્ર દ્રારા ઓવરબ્રીજ ઉપર પડેલ ખાડાઓ પુરવામા આવે તેવી માંગ પણ ઉઠવા પામી છે ત્યારે હવે જોવુ એ રહ્યુ કે કુંભકર્ણ નિંદ્રા મા રહેલ હાઈવે ઓથોરીટી ટોલટેક્સ લેવામા જેટલી સક્રિય છે તેટલુંજ ઓવરબ્રીજો ઉપર પડેલ ખાડાઓ પુરવામા સક્રિય થશે કે પછી હોતા હે ચલતા હે જેવી સ્થિતિ જોવા મળશે એ તો હવે જોવુ રહ્યુ
જીલ રાવલ સાબરકાંઠા
