fbpx

પ્રાંતિજ મામલતદાર તથા તેવોનો ડ્રાઇવર રૂ.૫૦,૦૦૦ હજારની લાંચ લેતાં ઝડપાયા

Spread the love

પ્રાંતિજ મામલતદાર તથા તેવોનો ડ્રાઇવર રૂ.૫૦,૦૦૦ હજારની લાંચ લેતાં ઝડપાયા

  • ડમ્પર દીઠ ૧૦,૦૦૦ ની લાંચ માંગ
  • મામલતદાર કચેરી મા ખુદ મામલતદાર તથા તેમનો ડ્રાઇવર લાંચ લેતા ઝડપાતા કચેરીમા સોપો પડી ગયો
  • એસીબીએ છટકુ ગોઠવી બન્ને ને રંગેહાથ ઝડપી પાડયા

સાબરકાંઠા જિલ્લા ના પ્રાંતિજના રેલ્વે સ્ટેશન રોડ પર આવેલ મામલતદાર કચેરીમાં ફરજ બજાવતા પ્રાંતિજ મામલતદાર તથા તેવોનો ડ્રાઇવર અરજદારને પાંચ ડમ્પર ના પકડવાના લઈ ને એક ડમ્પર પેટે ૧૦ʼ૦૦૦ કુલ રૂ.૫૦,૦૦૦ હજારની લાંચ માંગી હતી માંગણી કરનાર નાગરિકે લાંચ આપવી ન પડે તે આશયથી લાંચનું છટકુ ગોઠવ્યુ હતું જે આધારે  ગુરૂવારે પ્રાંતિજ મામલતદાર તથા તેવોનો ડ્રાઇવર આ રૂ.૫૦,૦૦૦ હજારની લાંચ લેતાં રંગેહાથ ઝડપાઈ ગયો હતા ત્યારબાદ એસીબી ગાંધીનગરે તેની વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી આ અંગે ગાંધીનગર એસીબીના પીઆઈ એચ.ડી.ચાવડા ના જણાવાયા મુજબ પ્રાંતિજ મામલતદાર કચેરીમાં પ્રાંતિજ મામલતદાર તરીકે ફરજ બજાવતા પ્રાંતિજ મામલતદાર જે.જી.ડાભી તથા તેવો નો ડ્રાઇવર કમલેશભાઇ પરમાર દ્રારા ડમ્પર ના પકડવા માટે એક ડમ્પર ના ૧૦,૦૦૦ અને પાંચ ડમ્પર ના ૫૦,૦૦૦ ની પ્રાંતિજ મામલતદાર જે.જી.ડાભી નો સંપર્ક કર્યો હતો અને મામલતદાર દ્રારા પાંચ ડમ્પર માટે રૂ.૫૦,૦૦૦ હજારની માંગણી કરી હતી પરંતુ આ જાગૃત નાગરિક લાંચ આપવા માંગતા નહતા જેથી તેમણે ગાંધીનગર એસીબીનો સંપર્ક કરી ગુરૂવારે લાંચનું છટકુ ગોઠવ્યુ હતું જે મુજબ મામલતદાર કચેરી પાર્કિંગ મા ઇકો કાર મા મામલતદાર જે.જી.ડાભી તથા તેમનો ડ્રાઇવર કમલેશભાઇ પરમાર જાગૃત નાગરિક પાસેથી રૂ.૫૦,૦૦૦ હજારની લાંચ લેતાં એસીબી અધિકારીની હાજરીમાં રંગેહાથ ઝડપાઈ ગયા હતા ત્યારબાદ એસીબીએ બન્નેની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી જેને લઈને પ્રાંતિજ મામલતદાર કચેરીમાં ફરજ બજાવતા અન્ય કર્મચારીઓને ખબર પડતાં ચકચાર મચી જવા પામી હતી

૭૧ દિવસ પહેલા ૨૯|૫|૨૦૨૫ ગુરૂવાર  ના રોજ પ્રાંતિજ મામલતદાર કચેરીમાંથી બે હજાર ની લાંચ લેતા કરાર આધારીત સેવક ઝડપાયો હતો

જીલ રાવલ સાબરકાંઠા

error: Content is protected !!