
હિંમતનગર ના સામાજીક કાર્યકર દિલીપભાઇ ચૌધરીની પ્રમુખ તરીકે વરણી

સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરના સામાજિક કાર્યકર દિલીપભાઈ ચૌધરીની ડીએનટી ડેવલોપમેન્ટ ફાઉન્ડેશન ના વેસ્ટન રીઝન પ્રમુખ તરીકે નિમણૂક કરવામાં આવી છે. જેમાં ગુજરાત, મહારાષ્ટ્ર, ગોવા, દાદરા અને નગર હવેલી ,દમણ અને દીવ સહિતના રાજ્યોના વિસ્તારોમાં વિચરતી અને વિમુક્ત જાતિ ( NT DNT)ના સમુદાયો માટે ડીએનટી ડેવલોપમેન્ટ ફાઉન્ડેશનના ઉદ્દેશો મુજબ કલ્યાણકારી સંગઠનાત્મક પ્રવૃત્તિઓ કરવામાં આવશે. પૂર્વ શિક્ષણ મંત્રી અને ગુજરાત પ્રદેશ ભાજપના વરિષ્ઠ નેતા જયસિંહ ચૌહાણ સહિતના અસંખ્ય શુભચિંતકોએ અભિનંદન પાઠવ્યા છે
જીલ રાવલ સાબરકાંઠા

