
-copy57.jpg?w=1110&ssl=1)
આમ આદમી પાર્ટી, સુરતના સોશિયલ મીડિયા પેજ પર એક AI વીડિયો વાયરલ કરવામાં આવ્યો છે, જેમાં દિવંગત પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઇ પટેલને વિસાવદરના AAPના ઉમેદવાર ગોપાલ ઇટાલિયાને આર્શીવાદ આપતા હોય તેવું બતાવવામાં આવ્યું છે. આ વીડિયોને કારણે રાજકારણમાં ગરમાટો આવી ગયો છે.
AI વીડિયોમાં બતાવવામાં આવ્યું છે કે,કેશુભાઇ પટેલ કહે છે કે, દીકરા ગોપાલ, મેં આખી જિંદગી વિસાવદરના ખેડુતો માટે સંઘર્ષ કર્યો છે હવે આ જવાબદારી તુ સંભાળી લે અને ખેડુતો અને પશુપાલકોની મુશ્કેલી દુર કર બેટા. ગોપાલ ઇટાલિયા કહે છે, બાપા, તમારા આર્શીવાદથી હું જરૂર વિધાનસભા પહોંચીશ અને તમારી પ્રેરણાથી હું વિસાવદર અને ભેંસાણના ખેડુતો અને મજૂરોના હકની લડાઇ પુરી તાકાતથી લડતો રહીશ.