fbpx

દેશની સરકારી શાળાઓમાં ચિંતાજનક હદે ધો.1થી 8માં એડમિશન ઘટી રહ્યા છે

Spread the love
દેશની સરકારી શાળાઓમાં ચિંતાજનક હદે ધો.1થી 8માં એડમિશન ઘટી રહ્યા છે

દેશની સરકારી શાળાઓમાં ધોરણ 1થી 8માં એડમિશન ચિંતાજનક હદે ઘટી રહ્યા છે એવો એક રિપોર્ટ સામે આવ્યો છે. વર્ષ 2024-25માં દેશમાં સરકારી શાળોમાં 87 લાખ એડમિશનો ઘટી ગયા છે. આ બાબતે કેન્દ્ર સરકારના શિક્ષણ મંત્રાલયે ચિંતા વ્યકત કરી છે અને રાજ્યોને આના કારણો તપાસવા માટે સુચના આપી છે.

 આ વાત ત્યારે સામે આવી જ્યારે PM પોષણ બોર્ડ અને રાજ્યોના અધિકારીઓ વચ્ચે બેઠક થઇ. એક રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, 8 રાજ્યો એવા છે જેમાં 1 લાખથી વધારે સરકારી શાળાઓમાં એડમિશન ઘટી ગયા છે. જેમાં ઉત્તર પ્રદેશ સૌથી મોખરે છે.

 ઉત્તર પ્રદેશમાં 21.83 લાખ, બિહારમાં 6.14 લાખ, રાજસ્થાનમાં 5.63 લાખ અને પશ્ચિમ બંગાળમાં 4.01 લાખ  એડમિશન ઘટી ગયા છે.

error: Content is protected !!