

કેન્દ્ર સરકાર એમ્પ્લોયી પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઇઝેશન (EPFO)માં મોટો બદલાવ કરી રહી છે. કર્મચારીઓને હવે એક વિશેષ સુવિધા મળવાની છે. જાણવા મળેલી વિગત EPFOમાં હવે કર્મચારીઓને ATMની જેમ અને UPIથી પૈસા ઉપાડવાની સુવિધા મળશે.
આના માટે જે PF ખાતા ધારકો છે તેમને એક વિડ્રોલ કાર્ડ આપવામાં આવશે જે પુરી રીતે બેંક ATM કાર્ડ જેવું જ હશે. જેનો ઉપયોગ કરીને PF ખાતા ધારક ઇમરજન્સીમાં પોતાના ખાતામાંથી રૂપિયા ઉપાડી શકશે.
કોઇ કર્મચારીની નોકરી છુટી ગઇ હોય તો તે કર્મચારી જોબ છુટ્યાના એક મહિના પછી PF ખાતામાંથી 75 ટકા રકમ ઉપાડી શકશે અને બાકીની 25 ટકા રકમ જોબ છોડ્યાના 2 મહિના પછી ઉપાડી શકશે.