

ભારતીય ચલણ રૂપિયાનું મે મહિનામાં એશિયામાં સૌથી ખરાબ પ્રદર્શન જોવો મળ્યું. આખા મે મહિનામાં ડોલર સામે ભારતીય રૂપિયો 1.27 ટકા કમજોર રહીને 85.57 રૂપિયા પર પહોંચી ગયો. એપ્રિલ મહિનામાં ભારતીય રૂપિયો ડોલર સામે થોડો મજબુત થઇને 83.94 સુધી પહોંચ્યો હતો.
મે મહિનાની શરૂઆતમાં ભારતીય રૂપિયો 84.48 પર હતો જે 31 મે 2025ના દિવસે 85.57 પર પહોંચ્યોય ચીનની યુઆન, જાપાનના યેન અને હોંગકોંગના ડોલર સામે ભારતીય રૂપિયાનું નબળું પ્રદર્શન રહ્યું. જાણકારોનું કહેવું છે કે, ટેરિફ અંગેની અનિશ્ચિતતાને કારણે ઘણા રોકાણકારોએ રૂપિયાના સંદર્ભમાં કરેલી લાંબા ગાળાની ખરીદી પાછી ખેંચી લીધી છે એટલે રૂપિયો નબળો પડ્યો. જો કે વૈશ્વિક આર્થિક પરિસ્થિતિ હજુ ભારતીય રૂપિયાને નબળો પાડી શકે તેમ છે.