fbpx

દશરથ માંઝીની પૌત્રી લડવા માગે છે બિહાર વિધાનસભાની ચૂંટણી, રાહુલ ગાંધી પાસે માગી ટિકિટ

Spread the love
દશરથ માંઝીની પૌત્રી લડવા માગે છે બિહાર વિધાનસભાની ચૂંટણી, રાહુલ ગાંધી પાસે માગી ટિકિટ

બિહાર વિધાનસભાની ચૂંટણી અગાઉ, કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ શુક્રવારે ગયા જિલ્લાના ગહલોર ગામની મુલાકાત લીધી હતી.. આ ગામ માઉન્ટેન મેન કહેવાતા દશરથ માંઝીનું ગામ છે. રાહુલ ગાંધી અહીં તેમના પરિવારને મળ્યા અને દશરથ માંઝીના જીવન અને સંઘર્ષને યાદ કર્યા. ગહલોર પહોંચ્યા બાદ રાહુલ ગાંધીએ પહેલા દશરથ માંઝીની પ્રતિમાને ફૂલ-માળા અર્પણ કરી. પછી તેઓ તેમના ઘરે ગયા, જ્યાં તેમણે માંઝીના પુત્ર ભાગીરથ માંઝી અને પરિવારના અન્ય સભ્યો સાથે મુલાકાત કરી. રાહુલે લગભગ 10 મિનિટ તેમની સાથે વિતાવી અને તેમના હાલચાલ જાણ્યા. ત્યારબાદ, તેઓ દશરથ માંઝી સ્મૃતિ ભવન અને તે સ્થળ પર પણ ગયા, જ્યાં માંઝીએ પર્વત કાપીને રસ્તો બનાવ્યો હતો.

Rahul-Gandhi1

રાહુલ ગાંધી જ્યારે રાજગીર જવા રવાના થયા, તો તેમણે માંઝીના પુત્ર ભાગીરથને પણ પોતાની સાથે કારમાં બેસાડ્યો. પરિવારને રાહુલની આ મુલાકાતથી ઘણી અપેક્ષાઓ છે. ભાગીરથ માંઝીએ કહ્યું કે તેમને આશા છે કે કોંગ્રેસ આગામી વિધાનસભા ચૂંટણીમાં બોધગયા સીટ પરથી તેની પુત્રી અંશુ કુમારીને ટિકિટ આપશે.

અંશુ પોતે પણ ચૂંટણી લડવા માટે ઇચ્છુક છે. તેણે કહ્યું કે રાહુલ ગાંધી પાસેથી તેમને આશા છે કે તેમનો પરિવાર હવે વધુ સારું જીવન જીવી શકશે. હાલમાં બોધગયા સીટ પરથી RJDના કુમાર સર્બજીત ધારાસભ્ય છે, એવામાં કોંગ્રેસ સામે સીટ વહેંચણીને લઈને પડકાર ઊભો થઈ શકે છે. રાહુલ ગાંધીના ગહલોર ગામ પહોંચ્યા બાદ, દશરથ માંઝીના પરિવારજનોને આશા જાગી છે કે તેમના દિવસ આવશે અને પરિવારનું ભલું થશે.

error: Content is protected !!