

રાજસ્થાનના કોટામાં ICICI બેંકમાં રિલેશનશીપ મેનેજર તરીકે કામ કરતી સાક્ષી ગુપ્તાએ શેરબજારમાં કમાણી કરવા માટે બેંકના જુદા જુદા ગ્રાહકોના ખાતામાંથી 4.58 કરોડ રૂપિયા ઉપાડીને કૌભાંડ કર્યું હતું. પોલીસે તાજેતરમાં સાક્ષીને પોતાની બહેનના લગ્ન પ્રસંગે મોડી રાત્રે ઉંચકી લીધી હતી.
સાક્ષી ગુપ્તાએ યુઝર FD લિંકનો ઉપયોગ કરીને વર્ષ 2020થી વર્ષ 2023 વચ્ચે 41 ગ્રાહકોના 110 ખાતાની ફિક્સ ડિપોઝીટમાંથી 4.58 કરોડ રૂપિયા ઉપાડીને શેરબજારમાં નાંખ્યા હતા, પરંતુ શેરબજારમાં મોટું નુકશાન થતા સાક્ષીની પોલ ખુલી ગઇ હતી. સાક્ષીએ એવી સીસ્ટમ ગોઠવી હતી કે OTP તેના મોબાઇલમાં જ આવે. પોલીસ હવે એ તપાસ કરી રહી છે કે સાક્ષીએ એકલીએ કૌભાંડ કર્યું છે કે અન્ય કોઇએ સપોર્ટ આપ્યો છે?