

અમદાવાદમાં 12 જૂને બનેલી વિમાન દુર્ઘટનાએ એવિએશન વર્લ્ડમાં અનેક ગંભીર સવાલો ઉભા કર્યા છે. પરંતુ આ 5 સવાલો એવા છે જેના જવાબ મળવા જરૂરી છે.
બંને એન્જિનો એક સાથે કેવી રીતે ફેઇલ થયા, આવું જ્વલ્લે જ બનતું હોય છે. આવું કેમ થયું તેના સવાલનો જવાબ મળવો જોઇએ જેથી ભવિષ્યમાં ધ્યાન રાખી શકાય. દિલ્હીથી અમદાવાદ જ્યારે આ ફલાઇટ આવી હતી ત્યારે તેના એક યાત્રી આકાશ વત્સે વીડિયો બનાવ્યો હતો કે વિમાનમાં AC અને બેલ ચાલતો નથી. તો આવી બેદકકારી કેમ તેનો જવાબ મળવો જોઇએ. શું વિમાન પર સાયબર હુમલો થયો હતો કે કેમ? તેનો પણ જવાબ શોધવો જરૂરી છે. સોશિયલ મીડિયા પર કથિત પૂર્વ CIA અધિકારી સારા એડમ્સનું ટ્વીટ વાયરલ થઇ રહ્યું છે. સારાએ લખેલું કે ISI ભારત પર મોટા હુમલાની તૈયારી કરી રહ્યું છે, જે બે દિવસમા થશે. સારાએ 9 જૂને ટ્વીટ કર્યુ હતું. આની તપાસ થવી જોઇએ. સુમીત સભરવાલ જેવા અનુભવી પાઇલોટે ગણતરીની સેકન્ડસમાં વિમાન પર કંટ્રોલ કેવી રીતે ગુમાવી દીધો? આ 5 સવાલોનો જવાબ જાણવા જરૂરી છે.