

ગુજરાતની એક નગર પાલિકામાં ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. એક કોન્ટ્રાકટરે નગર પાલિકા પાસે બિલનું પેમેન્ટ લેવાનું હતું. નગર પાલિકા 10 વર્ષથી આપતી નહોતી, આખરે વાત કોર્ટમાં પહોંચી અને કોર્ટે પાલિકાનો સામાન જપ્ત કરવાનો આદેશ આપ્યો તો કોન્ટ્રાકટર ચેરમેન- પ્રમુખની ખુરશી સહિત બધુ ફર્નિચર ઉઠાવી ગયો અને આખી નગર પાલિકાને ખાલી કરી નાંખી.
ખેડા નગર પાલિકામાં બ્રહ્માણી કન્સ્ટ્રકશન નામની એજન્સીએ નગર પાલિકાનું વર્ષ 2016માં પ્રોટેકશન વોલનું કામ કર્યુ હતું, જેનું 1 કરોડ રૂપિયાનું પેમેન્ટ લેવાનું હતું, પરંતુ નગર પાલિકા આ પેમેન્ટ આપતી જ નહોતી.
બ્રહ્માણી કન્સ્ટ્રકશને કોર્ટમાં ફરિયાદ કરી તો કોર્ટે બધો સામાન જપ્ત કરવાનો આદેશ આપ્યો હતો. કોન્ટ્રાકટ્ર 30 માણસોને મોકલીને ટ્રક ભરીને બધો સામાન ઘર ભેગો કરી દીધો હતો.