fbpx

વરરાજાઓના નામ હિન્દુ અને કન્યાઓના મુસ્લિમ! પોલીસ પ્રોટેક્શન વચ્ચે થયા બે બહેનોના નિકાહ

Spread the love

વરરાજાઓના નામ હિન્દુ અને કન્યાઓના મુસ્લિમ! પોલીસ પ્રોટેક્શન વચ્ચે થયા બે બહેનોના નિકાહ

સહારનપુરના ગંગોહ નગરમાં ગુરુવારે કડક પોલીસ સખત દેખરેખ હેઠળ બે મુસ્લિમ બહેનોનો નિકાહ શાંતિપૂર્ણ રીતે સંપન્ન થયા. હરિયાણાના હિસાર જિલ્લાના છોટી સાતરોડના રહેવાસી અનિલ અને જીંદ જિલ્લાના ઢાંડાખેડી’ ગામના સંજય જાન લઇ મોહલ્લા અનારકલી પહોંચ્યા હતા. સોશિયલ મીડિયા પર લગ્નની કંકોત્રીઓ વાયરલ થયા બાદ વરરાજાઓના હિન્દુ જોઇને કેટલાક લોકોએ વાંધો ઉઠાવ્યો હતો અને નિકાહ રોકવાની ધમકી આપી હતી. મામલાની સંવેદનશીલતાને ધ્યાનમાં રાખીને, વહીવટીતંત્રએ લગ્ન સ્થળની બહાર પોલીસનો મોટો કાફલો તૈનાત કર્યો હતો, જેમની હાજરીમાં તમામ વિધિઓ પૂર્ણ કરવામાં આવી હતી.

ગુરુવારે જ્યારે બંને પિતરાઈ ભાઈ અનિલ અને સંજય પોતપોતાની જાન સાથે ગંગોહ પહોંચ્યા, ત્યારે કન્યા પક્ષના લોકોએ તેમનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું. નિકાહ રોકવીની મળેલી ધમકીઓને ધ્યાનમાં રાખીને, પોલીસે સ્થળની બહાર સુરક્ષાની સઘન વ્યવસ્થા ગોઠવી હતી. પોલીસ જવાનોની હાજરીમાં નિકાહની તમામ વિધિઓ શરૂ થઈ. વિરોધ પ્રદર્શન કરવા માટે ત્યાં કોઈ ન આવ્યું. બંને બહેનોના નિકાહ ખૂબ જ શાંતિપૂર્ણ વાતાવરણમાં સંપન્ન થયા, ત્યારબાદ મહેમાનોમાં ‘છુઆરે’ (સૂકી ખજૂર) વહેંચવામાં આવી હતી.

marriage

ગંગોહના મોહલ્લા અનારકલીમાં રહેતી બે બહેનોના લગ્ન 12 નવેમ્બરના રોજ નક્કી કરવામાં આવ્યા હતા. જ્યારે લગ્નની કંકોત્રીઓ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ, ત્યારે વરરાજાઓના નામ અનિલ’ અને ‘સંજય જોઈને વિવાદ સર્જાયો. જોકે આ બંને યુવાનો મુસ્લિમ પરિવારના છે, પરંતુ તેમના નામ હિન્દુ પરંપરાગત અનુસાર રાખવામાં આવ્યા છે. એવો આરોપ છે કે કેટલાક લોકોએ ગાર્ડન સંચાલકને ફોન રકીને બુકિંગ રદ કરવા માટે દબાણ કર્યું હતું અને સમારોહમાં ખલેલ પહોંચાડવાની ધમકી આપી હતી. તેમાં હિન્દુ સુરક્ષા સેવા સંઘના જિલ્લા પ્રમુખ રોહિત પ્રધાનનું નામ પણ સામે આવ્યું હતું.

આ સમગ્ર વિવાદ વચ્ચે વરરાજાઓના પરિવારજનોએ હિન્દુ નામો રાખવા પાછળનું ઐતિહાસિક કારણ જણાવ્યું. તેમણે કહ્યું કે, પરિવારમાં આ પરંપરા 1947ના ભાગલાના સમયથી ચાલી આવે છે. તે મુશ્કેલ સમયગાળા દરમિયાન ગામના હિન્દુ પરિવારોએ તેમના પૂર્વજોના જીવ બચાવવા માટે તેમની સાચી ઓળખ છુપાવીને તેમને હિન્દુ ગણાવ્યા હતા. તે પરસ્પર ભાઈચારા અને સહકારની યાદને જીવંત રાખવા માટે પરિવારે તેમના બાળકોના નામ હિન્દુ રાખવાની શરૂઆત કરી, જે આજે પણ ચાલુ છે.

marriage

કન્યા પક્ષ દ્વારા કોતવાલી પોલીસ સ્ટેશનમાં બે વ્યક્તિઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવ્યા બાદ, પોલીસ સંપૂર્ણ સતર્ક થઈ ગઈ હતી. CO શૈલેન્દ્ર પ્રતાપ ગૌતમે જણાવ્યું કે પોલીસ પરિસ્થિતિ પર નજીકથી નજર રાખી રહી છે અને સુરક્ષા માટે ગાર્ડનમાં પોલીસ જવાનો તૈનાત કરવામાં આવ્યા છે. પોલીસે સ્પષ્ટ ચેતવણી આપી હતી કે કાયદો અને વ્યવસ્થામાં ખલેલ પહોંચાડવાનો પ્રયાસ કરનારાઓ પર કડક કાર્યવાહી કરવામાં આવશે. નિકાહ સમારોહમાં ભારતીય કિસાન યુનિયન-ટિકૈતના બ્લોક અધ્યક્ષ હાજી તહસીન ચૌધરી, શહેર પ્રમુખ મેહરબાન કુરેશી અને સરફરાઝ સહિત અનેક સ્થાનિક રહેવાસીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Leave a Reply

error: Content is protected !!