fbpx

દિલ્હી યુનિવર્સિટીના ખજાનામાં 221 કરોડ રૂપિયા છતા 161 કરોડ રૂપિયા દેવું છે

Spread the love

દિલ્હી યુનિવર્સિટીના ખજાનામાં 221 કરોડ રૂપિયા છતા 161 કરોડ રૂપિયા દેવું છે

ઉચ્ચ શિક્ષણ નાણાકીય એજન્સી (HEFA) તરફથી લોન પર વધતી નિર્ભરતાનો સખત વિરોધ હોવા છતાં, દિલ્હી યુનિવર્સિટી (DU)ની એક્ઝિક્યુટિવ કાઉન્સિલે શૈક્ષણિક વર્ષ 2025-26 માટે વાર્ષિક અહેવાલને મંજૂરી આપી છે. એક સમાચાર એજન્સીના જણાવ્યા અનુસાર, કાઉન્સિલના એક ચૂંટાયેલા સભ્યએ ચેતવણી આપી હતી કે, ઉધાર લેવાનું આ વલણ યુનિવર્સિટીમાં વ્યાપારીકરણને પ્રોત્સાહન આપી શકે છે અને જાહેર સંસ્થા તરીકે તેની મૂળ સભ્યતાને નબળી પાડી શકે છે.

અધિકારીઓએ જણાવ્યું હતું કે, વાર્ષિક અહેવાલ પર ચર્ચા કરવા માટે એક્ઝિક્યુટિવ કાઉન્સિલ ગુરુવારે મળી હતી, જેમાં મતભેદ હોવા છતાં પસાર કરવામાં આવ્યો હતો.

Delhi University

ચૂંટાયેલા એક્ઝિક્યુટિવ કાઉન્સિલના સભ્ય મિથુરાજ ધુસિયાએ અસંમતિ નોંધમાં યુનિવર્સિટીની વધતી જતી નાણાકીય જવાબદારીઓ પર ગંભીર ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે માળખાગત સુવિધાઓ અને અન્ય મૂડી જરૂરિયાતો માટે HEFA લોનના ઉપયોગ પર પ્રશ્ન ઉઠાવ્યો હતો.

અસંમતિ નોંધમાં જણાવાયું છે કે, યુનિવર્સિટી પર 31 માર્ચ, 2026 સુધીમાં HEFAનું આશરે રૂ. 161.36 કરોડનું દેવું બાકી હતું. આમાં રૂ. 46.93 કરોડનું પ્રારંભિક બેલેન્સ, નાણાકીય વર્ષ દરમિયાન બહાર પાડવામાં આવેલા રૂ. 109.63 કરોડનું નવું દેવું અને રૂ. 4.80 કરોડનું સંચિત વ્યાજ શામેલ છે.

Delhi University

ધુસિયાએ એ હકીકતનો પણ વિરોધ કર્યો હતો કે, યુનિવર્સિટીએ મુખ્ય ચુકવણીના 10 ટકા, એટલે કે, રૂ. 3.15 કરોડ, તેના આંતરિક સ્ત્રોતોમાંથી ચૂકવવા પડી રહ્યા છે. જોકે, બાકીના 90 ટકા, એટલે કે, રૂ. 28.35 કરોડ, શિક્ષણ મંત્રાલય દ્વારા ચૂકવવામાં આવે છે.

અસંમતિ નોંધમાં ચિંતા વ્યક્ત કરવામાં આવી છે કે, આ દેવાની ચુકવણીની જવાબદારી યુનિવર્સિટીને વિદ્યાર્થી ફી વધારવા, યુનિવર્સિટી સંસાધનોનો ધંધાકીય ઉપયોગ કરવા અને આવક ઉત્પન્ન કરવા માટે સેલ્ફ ફાઇનાન્સ અભ્યાસક્રમો વધારવા માટે દબાણ કરી શકે છે.

Delhi University

આ ઉપરાંત, નોંધમાં લઘુમતી બાબતોના મંત્રાલય તરફથી પ્રાપ્ત રૂ. 221.50 કરોડની બિનખર્ચિત ગ્રાન્ટનો મુદ્દો ઉઠાવવામાં આવ્યો હતો. પ્રશ્ન એ હતો કે, જ્યારે સરકારી ગ્રાન્ટનો ઉપયોગ ન થાય ત્યારે યુનિવર્સિટી વાણિજ્યિક ઉધાર પર કેમ આધાર રાખી રહી છે?

નોંધમાં સ્પષ્ટપણે કહેવામાં આવ્યું હતું કે, ‘DUએ માંગ કરવી જોઈએ કે તેના તમામ ખર્ચ સરકારી ગ્રાન્ટમાંથી પૂરા કરવામાં આવે.’ કાઉન્સિલના સભ્યો માને છે કે વાણિજ્યિક લોન પર વધતી નિર્ભરતા યુનિવર્સિટીનું ધ્યાન શિક્ષણ અને સંશોધનથી દેવાની ચુકવણી તરફ ખસેડી શકે છે, જે આખરે તેની જાહેર ઇમેજને નુકસાન પહોંચાડે છે. જોકે, વ્યાપક વિરોધ અને ચિંતાઓ છતાં, વાર્ષિક અહેવાલ છેવટે મંજૂર કરવામાં આવ્યો.

Leave a Reply

error: Content is protected !!