fbpx

સુરતના આ શિક્ષણ મોડેલને દિલ્હીમાં લાગૂ કરવામાં આવશે, મંત્રી સુરત આવી ગયા

Spread the love
સુરતના આ શિક્ષણ મોડેલને દિલ્હીમાં લાગૂ કરવામાં આવશે, મંત્રી સુરત આવી ગયા

દિલ્હીના શિક્ષણ મંત્રી આશીષ સૂદ તાજેતરમાં સુરતની મુલાકાતે આવ્યા હતા અને તેમણે ઉધના વિસ્તારમાં આવેલી સુરત મહાનગર પાલિકા સંચાલિત સુમન શાળા નં-6ની મુલાકાત લીધી હતી. તેમણે ગુજરાત સરકારે નવા અમલમાં મુકેલા ટેક્નોલોજી સંચાલિત એજ્યુકેશન મોડલનો અભ્યાસ કર્યો હતો અને મીડિયા સમક્ષ જાહેરાત કરી હતી કે, ગુજરાતનું આ એજ્યુકેશન મોડલ હવે દિલ્હીમાં પણ લાગૂ કરવામાં આવશે.

સુરતની સુમન શાળાના વિદ્યાર્થીઓએ આર્ટિફિશ્યલ ઇન્ટેલીજન્સ ( AI), રોબોટીક લેબ,ડ્રોન, થ્રીડી પ્રિન્ટસ અને એડવાન્સ સિક્યોરીટી સેન્સર વિશે મંત્રીને માહિતી આપી હતી. ગુજરાતના સ્માર્ટ ક્લાસ જોઇને મંત્રી પ્રભાવિત થઇ ગયા હતા અને કહ્યુ હતું કે, દિલ્હીમાં પણ શાળાઓમાં આ જ રીતે બાળકોને શિખવવામાં આવશે. ગુજરાત પાસેથી બીજા રાજ્યોએ શીખવા જેવું છે એમ પણ મંત્રીએ કહ્યું.

error: Content is protected !!