

દર મહિનાની પહેલી તારીખે કેટલાક બદલાવ થતા હોય છે. આ વખતે 1 જુલાઇએ જે 5 બદલાવ થવાના છે તે તમારા કામના છે.
રાંધણ ગેસ અને કોર્મશિયલ ગેસના ભાવમાં બદલાવ આવી શકે છે. (2) જો તમે HDFCનો ક્રેડીટ કાર્ડ વાપરતા હો તો હવેથી યુટિલીટી બિલ પેમેન્ટ પર એકસ્ટ્રા ચાર્જ ચૂકવવો પડશે અને તમે ક્રેડીટ કાર્ડની ઉપયોગ કરીને 10000થી વધારેની રકમ ડિજીટલ વોલેટમાં નાંખશો તો 1 ટકા ચાર્જ ચૂકવવો પડશે. (3) ICICI બેંકના જો તમે ગ્રાહક હો તો મેટ્રો સિટીઝમાં ATMના 5 ફ્રી ટ્રાન્ઝેકશન પછી ના દરેક ટ્રાન્ઝેકશન પર 23 રૂપિયા લાગશે. (4) 1 જુલાઇથી આધાર વેરિફાઇડ યુઝર્સ IRCTC વેબસાઇટ અથવા એપ પર તત્કાલ ટિકીટ બુક કરાવી શકશે.
આ બદલાવ માત્ર દિસ્હીવાળા માટે છે. 1 જુલાઇથી 15 વર્ષ જુની કાર હશે તો પેટ્રોલ પંપ પરથી ડીઝલ કે પેટ્રોલ મળશે નહીં.