

વિસાવદરની વિધાનસભાની પેટા ચૂંટણીમાં ગોપાલ ઇટાલિયાએ મતદાન પહેલા કોંગ્રેસ નેતા લલિત વસોયા પર આરોપ લગાવ્યો હતો કે તેમણે આમ આદમી પાર્ટીના સંગઠન મંત્રીને 2 લાખ રૂપિયા રોકડા આપીને મારા વિરુદ્ધ વીડિયો બનાવવા માટે કહ્યું હતું. ગોપાલ ઇટાલિયાએ 23 જૂને જાહેર થયેલા પરિણામાં ધારાસભ્ય બની પણ ગયા અને હવે કોંગ્રેસ નેતા લલિત વસોયાએ ગોપાલ ઇટાલિયાને માનહાનીની નોટીસ મોકલીને 10 કરોડ રૂપિયાની માંગ કરી છે અને 10 દિવસમાં ચૂકવવા તાકીદ કરી છે.
વસોયાએ કહ્યું છે કે, મારી સામે જે આરોપો મુકવામાં આવ્યા છે તેના ગોપાલ ઇટાલિયા એક સપ્તાહમાં પુરાવા રજૂ કરે, નહીં તો અમે તેમની સામે કોર્ટમાં કેસ કરીશું. ગોપાલ ઇટાલિયાએ કહ્યું છે કે, મને આવી કોઇ નોટીસ મળી નથી.