fbpx

મરાઠી ન બોલતા ગુજરાતી દુકાનદારને 6 લાફા ઝીંકી દેનારાને કાયદાનો કેમ ડર નથી?

Spread the love
મરાઠી ન બોલતા ગુજરાતી દુકાનદારને 6 લાફા ઝીંકી દેનારાને કાયદાનો કેમ ડર નથી?

મહારાષ્ટ્રમાં અત્યારે છેલ્લાં કેટલાંક દિવસોથી ભાષાનો વિવાદ ચાલી રહ્યો છે. મહારાષ્ટ્ર સરકારે ત્રીજા વિષય તરીકે હિંદીને ફરજિયાત કરવાનો જે નિર્ણય લીધો હતો તે પાછો પણ ખેંચી લીધો છે. એવા સમયે રાજ ઠાકરેની મહારાષ્ટ્ર નવનિર્માણ સેના ( મનસે)ના કાર્યકરોએ ઠાણેના એક ગુજરાતી દુકાનદારને લાફા ઝીંકી દીધી હોવાનો વીડિયો વાયરલ થયો છે. મનસેના કાર્યકરોએ કહ્યું કે, મહારાષ્ટ્રમાં રહેવું હોય તો મરાઠી બોલવી પડશે.

ગુજરાતી દુકાનદારે માત્ર એટલું જ કહ્યું કે, મારે શું કામ મરાઠી બોલવું જોઇએ? એટલી વારમાં તો મનસેના કાર્યકરોએ  ગુજરાતી દુકાનદારને 5-6 લાફા ઝીંકી દીધા હતા. આ બાબતે પોલીસમાં મનસેના 7 કાર્યકરોની સામે કેસ થયો છે.

રાજ ઠાકરેએ અનેક વખત ગુજરાતીઓ સામે વિરોધ કરીને બબાલ ઉભી કરી છે.

error: Content is protected !!