fbpx

વડગામમાં 8 ઇંચ વરસાદ પડ્યો, 8 જુલાઇ સુધી રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી

Spread the love
 વડગામમાં 8 ઇંચ વરસાદ પડ્યો, 8 જુલાઇ સુધી રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી

ગુજરાતના હવામાન વિભાગે આગાહી કરેલી જ છે કે 1થી 8 જુલાઇ સુધી રાજ્યના અનેક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. 3 જુલાઇએ વરસાદે ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતને રીતસરનું ઘમરોળી નાંખ્યું હતું. છેલ્લાં 24 કલાકમાં 162 તાલુકાઓમાં વરસાદ પડ્યો છે.

ગુરુવારે બનાસકાંઠાના વડગામમાં 8 ઇંચ વરસાદ પડ્યો હતો અને ધાનેરામાં 6 ઇંચ. ધાનેરામાં 6 ઇંચ વરસાદે બધુ ત્રહસનહસ કરી નાંખ્યું હતું. ધાનેરામાં દુકાનોમાં 4-4 ફુટ પાણી આવી ગયા હતા. પાલનપુરમાં નેશનલ હાઇવેનો ટ્રાફીક ડાયવર્ટ કરવાની ફરજ પડી હતી.

બનાસકાંઠા, સાબરકાંઠાની પ્રાથમિક સ્કુલોમાં રજા જાહેર કરી દેવામાં આવી હતી. દક્ષિણ ગુજરાતમાં પણ વાલોડ, ઉમરપાડા, સુબીર જેવા વિસ્તારોમાં 5 ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો.

error: Content is protected !!