

ગોપાલ ઇટાલિયા જ્યારે વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણી જીત્યા ત્યારે એક દ્રશ્ય સામે આવ્યુ હતું. ગોપાલ ઇટાલિયા અને અન્ય એક AAP કાર્યકરે પીળા ટી- શર્ટ જેની પર ભગતસિંહની તસ્વીર હતી તેને ખભે ઉચક્યો હતો અને દુર સુધી લઇ ગયા હતા. આ એજ વ્યક્તિ છે જે ગોપાલ ઇટાલિયાને ધારાસભ્ય બનાવવામાં પડદા પાછળનો ખેલાડી છે.
ગોપાલ ઇટાલિયાએ જેને ઉંચક્યો હતો તે યુવાનનું નામ રાકેશ હીરપરા છે અને તે સુરતનો છે. આમ આદમી પાર્ટીની શરૂઆત થઇ ત્યારથી રાકેશ જોડાયેલા છે. વિસાવદરમાં રણનીતી નક્કી કરવામાં, ગોપાલ ઇટાલિયાને લોકો સુધી પહોંચાડવામાં અને બુથ મેનેજમેન્ટની માઇક્રો પ્લાનીંગ રાકેશે તૈયાર કરી હતી જેને કારણે ગોપાલને વિસાવદરમાં મોટી જીત મળી.