

કેન્દ્રીય કૃષિ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણ શનિવારે જુનાગઢની મુલાકાતે આવ્યા હતા અને ગુજરાત આવી રહ્યા હોવાથી ઘણા બધા ધાર્મિક સ્થળોની મુલાકાત કરવા માટે સાથે પત્ની સાધના સિંહને પણ સાથે લઇ ગયા હતા. પત્નીને સોમનાથ જ્યોર્તિલીંગના શિવરાજ સિંહે દર્શન કરાવ્યા, ગીરના જંગલમાં સિંહના દર્શન કરાવ્યા.
એ પછી શનિવારે રાત્રે મગફળી રિસર્ચ સેન્ટરમા તેમનો ખેડુતો અને લખપતિ દીદી યોજના સાથે જોડાયેલી મહિલાઓ સાથે સંવાદ હતો. 8 વાગ્યે શિવરાજ સિંહને રાજકોટ એરપોર્ટ પર પહોંચવાનું હતું. તેમણે કહ્યું કે, રાજકોટના રસ્તા ખરાબ છે એટલે મારે નિકળવું પડશે અને પોતાનું ભાષણ ટુંકાવીને ઉતાવળમાં કાફલા સાથે નિકળી ગયા. 1 કિલોમીટર ગયા પછી યાદ આવ્યુ કે પત્ની તો સાથે છે નહીં. ફરી 22 ગાડીનો કાફલો વાળીને પત્નીને લેવા ગયા.