

રાજસ્થાનના જોધપુરમાં આવેલા કુંડી ગામની રાજસ્થાની મહિલા જેનું નામ કૌશલ્યા ચૌધરી છે તે સોશિયલ મીડિયા પર રસોઇના વીડિયો બનાવવા માટે જાણીતી છે. કૌશલ્યા ‘સીધી મારવાડી’ નામથી યુટયુબ પર વીડિયો અપલોડ કરે છે અને રસોઇની રેસીપી પણ આપે છે. વીડિયોની સાથે હવે કૌશલ્યાએ ઘરના મસાલા પણ બનાવવા માંડ્યા છે અને દેશભરમાં જ નહીં પણ ઇન્ટરનેશનલ લેવલે તેના મસાલા પહોંચી રહ્યા છે.કૌશલ્યાએ પોતાની મહેનતથી કરોડો રૂપિયાની બ્રાન્ડ બનાવી દીધી છે.
સાસરીયામાં ઘરની બહાર જઇને નોકરી-બિઝનેસ કરવાની પરવાનગી નહોતી એટલે કૌશલ્યાએ ઘરમાંથી જ રસોઇના વીડિયો શરૂ કર્યા, 6 મહિના માંડ 100 વ્યૂઝ આવતા અને શરૂઆતમાં તેણી હિંદી અંગ્રેજીમાં વીડિયો બનાવતી, પરંતુ એ પછી એણે રાજસ્થાની બોલીમાં વીડિયો અપલોડ કરવાનું શરૂ કર્યું અને આજે તેના 16 લાખ ફોલોઅર્સ છે.