fbpx

યોગી-બ્રિજભૂષણની મીટિંગ ઉત્તર પ્રદેશના રાજકારણ માટે કેમ મોટા ન્યૂઝ છે

Spread the love
યોગી-બ્રિજભૂષણની મીટિંગ ઉત્તર પ્રદેશના રાજકારણ માટે કેમ મોટા ન્યૂઝ છે

ઉત્તર પ્રદેશના રાજકારણમાં અચાનક ગરમાટો આવી ગયો છે, કારણકે 31 મહિનાથી યોગી આદિત્યનાથ અને ભાજપના નેતા બ્રિજભૂષણ શરણસિંહ વચ્ચે કોઇ બોલચાલ નહોતી. પરંતુ સોમવારે બંને નેતાઓ વચ્ચે બેઠક થઇ જૂના વિવાદો ભૂલીને બંને નેતા ગળે મળ્યા.

રાજકારણના જાણકારોનું કહેવું છે કે આ ડેવલમેન્ટને કારણે એવું કહી શકાય કે કેન્દ્ર સરકારમાં અને ઉત્તર પ્રદેશના સમીરકરણમોં  કઇંક નવાજૂની થવાની છે.

યોગી તાજેતરમાં દિલ્હી ગયા હતા અને PM, અમિત શાહ અને જે.પી નડ્ડાની મુલકાત પછી યોગી અને બ્રિજ ભૂષણને ભેગા થવા માટે કહી દેવામાં આવ્યું હતું.

ઉત્તર પ્રદેશમાં 2027માં વિધાનસભાની ચૂંટણી થવાની છે અને ઠાકુર મતદારો પર બ્રિજભૂષણનો જબરદસ્ત પ્રભાવ છે એ જોતા તેમની સાથે બેઠક ગોઠવવામાં આવી હતી. જો કે યોગીનું કદ વધી ગયું છે એટલે  RSSએ પણ યોગીને સમાધાન કરવા કીધું હોય શકે છે.

error: Content is protected !!