

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી 26 જુલાઇએ એક દિવસની મુલાકાતે આવી રહ્યા છે. છેલ્લાં કેટલાંક દિવસોથી ગુજરાતના રાજકારણમાં ધમધમાટ છે. આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન 23 અને 24 2 દિવસ ગુજરાતની મુલાકાતે છે.
રાહુલ ગાંધીએ થોડા મહિના પહેલા ગુજરાતની મુલાકાતમાં કહ્યું હતું કે, કોંગ્રેસમાં બે પ્રકારના ઘોડા છે એક રેસના ઘોડા અને એક લગ્નના ઘોડા. પરંતુ રેસના ઘોડા લગ્નમાં દોડે છે અને લગ્નના ઘોડા રેસમાં દોડી જાય છે એટલે મુશ્કેલી ઉભી થાય છે. હવે રાહુલ ગાંધીએ રેસના ઘોડા ઓળખી નાંખ્યા છે અને તાજેતરમા જિલ્લા અને તાલુકા લેવલે નવા પ્રમુખોની વરણી કરવામાં આવી.

આણંદમાં કોંગ્રેસ આ નવા પ્રમુખો માટે તાલીમનો 3 દિવસનો કાર્યક્રમ 26થી 28માં રાખ્યો છે. એટલે આ લોકોને તાલીમ આપવા રાહુલ ગુજરાત આવી રહ્યા છે.