

ડોનાલ્ડ ટ્રમ્પના રેસિપ્રોકલ ટેરિફને કારણે દુનિયાભરમાં હડકંપ મચેલો છે. પરંતુ ટ્રમ્પે ભારત કરતા પણ ઓછો ટેરિફ પાકિસ્તાન, બાંગ્લાદેશ, શ્રીલંકા, અફઘાનિસ્તાન પર નાંખ્યો છે. ત્યારે સવાલ એ છે કે ડોનાલ્ડ ટ્રમ્પને પાકિસ્તાન અને બાંગ્લાદેશ પર આટલો પ્રેમ કેમ છે?
અમેરિકાએ ભારત પર 25 ટકા, પાકિસ્તાન પર 19 ટકા, બાંગ્લાદેશ પર 20 ટકા, અફઘાનિસ્તાન પર 15 ટકા અને શ્રીલંકા પર 20 ટકા ટેરિફ નાંખ્યો છે.
ટ્રમ્પના પાકિસ્તાન પ્રેમનું સૌથી મોટું કારણ એ છે કે પાકિસ્તાનની જમીન અને હવાઇ ક્ષેત્રનો ઉપયોગ અમેરિકાને જોઇએ છે. બીજું કે પાકિસ્તાન પર ચીનનો પ્રભાવ ઘટાડવા માટે પાકિસ્તાનને સાથે રાખવું જરૂરી છે.
બાંગ્લાદેશ ગરીબ દેશ છે અને અમેરિકાના કોઇ પણ નિર્ણય સામે શિંગડા ભેરવી શકે તેવી સ્થિતિ નથી.
