fbpx

ટેસ્લાની કારથી 1 યુવતીનો જીવ ગયો, 2100 કરોડ ચૂકવવા આદેશ, ભારતમાં આવું થાય કે?

Spread the love
ટેસ્લાની કારથી 1 યુવતીનો જીવ ગયો, 2100 કરોડ ચૂકવવા આદેશ, ભારતમાં આવું થાય કે?

ટેસ્લાની ઓટો ડ્રાઇવ કારના અકસ્માત મામલે એલન મસ્કની કંપનીએ 2100 કરોડ રૂપિયાનું વળતર ચુકવવું પડશે. ફલોરિડાની મિયામી કોર્ટે 4 વર્ષ સુધી ચાલેલી ટ્રાયલ પછી કંપનીને પણ જવાબદાર માનીને વળતર ચુકવવાનો આદેશ આપ્યો છે.

આ કેસ 2019નો છે, જ્યારે ફલોરિડાના લાર્ગોમાં ટેસ્લાની S સડાન કાર જે ડ્રાઇવર લેસ હતી તેણે એક SUV કારને ટક્કર મારી હતી અને આ અકસ્માતમાં 22 વર્ષની નાઇબેલ બેનાસાઇડસનું મોત થયુ હતું અને તેનો બોય ફ્રેન્ડ ડિલન એંગુલો પણ ગંભીર રીતે ઇજા પામ્યો હતો.

2021માં નાઇબેલના પરિવારજનોએ કોર્ટમાં કેસ કર્યો હતો અને આરોપ લગાવ્યો હતો કે, ટેસ્લાની કારમાં ખામી હતી. ટેસ્લાએ કોર્ટમાં દલીલ કરી હતી કે ડ્રાઇવર મોબાઇલમાં વ્યસ્ત હતો, પરંતુ કોર્ટે આ દલીલ માની નથી અને ટેસ્લાને વળતર ચૂકવવાનો આદેશ આપ્યો છે.

error: Content is protected !!