fbpx

આર્સેલરમિત્તલ નિપ્પોન સ્ટીલ ઈન્ડિયા ખાતે સુરત પોલીસ દ્વારા સાયબર સુરક્ષા જાગૃતિ સત્રનું આયોજન

Spread the love
આર્સેલરમિત્તલ નિપ્પોન સ્ટીલ ઈન્ડિયા ખાતે સુરત પોલીસ દ્વારા સાયબર સુરક્ષા જાગૃતિ સત્રનું આયોજન

આર્સેલરમિત્તલ નિપ્પોન સ્ટીલ ઈન્ડિયા (AM/NS India) દ્વારા વર્તમાન સમયમાં ઉદ્ભવતી ગંભીર સાયબર સમસ્યાઓને ધ્યાનમાં લઈને સુરત પોલીસના સંયુક્ત ઉપક્રમે હજીરા સ્થિત AMNS ટાઉનશિપના ઉત્સવ હોલમાં સાયબર સુરક્ષા જાગૃતિ સત્રનું આયોજન કરવામાં આવ્યું હતું.

31

આ સત્રમાં કંપનીના તાલીમાર્થીઓ તથા કર્મચારીઓએ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહી ભાગ લીધો હતો. કાર્યક્રમ દરમિયાન સુરત પોલીસના દીપ વકીલ, એસીપી (જે ડિવિઝન) તથા શ્વેતા ડેનિયસ, એસીપી – સાયબર ક્રાઈમ ઉપસ્થિત રહ્યા હતા. બંને અધિકારીઓએ હાજર સૌને સાયબર વિશ્વમાં ચાલી રહેલી પ્રવૃત્તિઓ, વિવિધ પ્રકારના ગુનાઓ તેમજ જરૂરી સાવચેતી અંગે વિસ્તૃત માહિતી આપી જાગૃતિ ફેલાવી હતી. 

error: Content is protected !!