fbpx

દિવ્યાને માતાએ બનાવી ચેસ વર્લ્ડ ચેમ્પિયન, ફડણવીસે 3 કરોડનું ઇનામ આપ્યું

Spread the love
દિવ્યાને માતાએ બનાવી ચેસ વર્લ્ડ ચેમ્પિયન, ફડણવીસે 3 કરોડનું ઇનામ આપ્યું

મહારાષ્ટ્રના નાગપુરની 20 વર્ષની દિવ્યા દેશમુખે તાજેતરમાં ચેસનો મહિલા વર્લ્ડકપ જીતીને ઇતિહાસ રચી દીધો હતો. ચેસની ફાઇનલ મેચમાં દિવ્યા ભારતની કોનેરુ હમ્પીને હરાવીને ગ્રાન્ડ માસ્ટર બની હતી.

ઇન્ટરનેશનલ ચેસ ફેડરેશન તરફથી દિવ્યા દેશમુખને 42 લાખ રૂપિયાનું ઇનામ મળશે. હવે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે દિવ્યાનું સન્માન કરીને 3 કરોડ રૂપિયાનું રોકડ પુરસ્કાર આપ્યું હતું. નાગપુરમાં જન્મેલી દિવ્યા 5 વર્ષની હતી ત્યારથી ચેસ રમતી હતી અને 7 વર્ષની ઉંમરે તો નેશનલ ટાઇટલ જીતીને આવેલી

દિવ્યાને વર્લ્ડ ચેસ ચેમ્પિયન બનાવવામાં તેની માતા નમ્રતા દેશમુખનો મોટો ફાળો છે. જ્યારે ટ્રેનમાં દિવ્યા અને તેની માતા જતા ત્યારે માતા ચેસના સ્ટેપ્સ શિખવતી અને અગાઉની મેચોનું એનાલીલીસ સમજાવતી હતી.

error: Content is protected !!