fbpx

વરસાદ હવે ક્યારે પાછો આવશે? જાણો હવામાન વિભાગની આગાહી

Spread the love
વરસાદ હવે ક્યારે પાછો આવશે? જાણો હવામાન વિભાગની આગાહી

જૂન અને જુલાઇ મહિનામાં ગુજરાતમાં મન મુકીને વરસેલો મેહુલિયો છેલ્લાં કેટલાંક દિવસોથી ગાયબ થઇ ગયો છે. ખેડુતોના મનમાં સવાલ છે કે, વરસાદ ફરી પાછો ક્યારે આવશે? ગુજરાતના હવામાન વિભાગે કહ્યું છે કે, 13 ઓગસ્ટ સુધી તો છુટોછવાયો વરસાદ જ રહેશે, પરંતુ 14 ઓગસ્ટથી 21 ઓગસ્ટ સુધી રાજ્યમાં સાર્વત્રિક વરસાદ પડશે. ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ધમાકેદાર વરસાદ પડશે.

શનિવારે રાત્રે દક્ષિણ ગુજરાતના વલસાડમાં 4 કલાકમાં 4 ઇંચ વરસાદ પડી ગયો હતો જેને કારણે ઘરો અને દુકાનોમાં પાણી ભરાઇ ગયા હતા. ગુજરાતના હવામાનના જાણકાર અંબાલાલ પટેલે કહ્યું છે કે, અરબસાગરમાં સાયક્લોનિક સરક્યુલેશન અને બંગાળના ઉપસાગરમાં એક મજબુત સીસ્ટમ બની રહી છે એટલે 15 તારીખ પછી દક્ષિણ ગુજરાતાં ધોધમાર વરસાદ પડશે.

error: Content is protected !!