fbpx

કરોડોનો બિઝનેસ છોડી જાપાની બિઝનેસમેન શિવ ભક્ત બની ગયા, નામ બદલી બાલા કુંભ ગુરુમુનિ રાખ્યું

Spread the love
કરોડોનો બિઝનેસ છોડી જાપાની બિઝનેસમેન શિવ ભક્ત બની ગયા, નામ બદલી બાલા કુંભ ગુરુમુનિ રાખ્યું

આજના સમયમાં જ્યારે દુનિયા પૈસાની પાછળ ભાગી રહી છે ત્યારે જાપાનના એક ઉદ્યોગપતિએ પોતાના 15 બ્યુટી સ્ટોરનો કરોડોના બિઝનેસને અલવિદા કહીને ભારતમાં શિવ ભક્ત બની ગયા છે. તાજેતરમાં  ઉત્તરાખંડમા કાવડિયાઓ સાથે ખુલ્લા પગે ચાલતા પણ ગયા હતા.

જાપાનના આ ઉદ્યોગપતિનું નામ હોશી તાકાયુકી છે. તેમનો ટોક્યોમાં બ્યુટીનો મોટો બિઝનેસ હતો, પરંતુ તેમણે પોતાના અનુયાયીઓને બિઝનેસ સોંપીને શિવ ભક્ત બની ગયા છે અને પોતાનું નવું નામ બાલા કુંભ ગુરુમુનિ રાખી દીધું છે.

તાકાયુકી એક વખત તમિલનાડુ ગયા હતા ત્યારે એક જ્યોતિષે એવુ કહ્યુ હતું કે, તમારો પૂર્વ જન્મ ઉત્તરાખંડમાં હતો અને હિંદુ આધ્યાત્મની સેવા કરવી તમારી નિયતી છે. એ પછી અનેક એવા બનાવો બન્યા જેને કારણે તાકાયુકી શિવભક્ત બની ગયા.તેમણે ટોકીયોમાં પોતાના ઘરને શિવ મંદિરમાં ફેરવી દીધું છે.

error: Content is protected !!