fbpx

મહિલાઓ હવે શેરબજારમાં રોકાણ કરવા તરફ કેમ વળી રહી છે?

Spread the love
મહિલાઓ હવે શેરબજારમાં રોકાણ કરવા તરફ કેમ વળી રહી છે?

શેરબજારમાં હવે માત્ર પુરુષોનું જ વર્ચસ્વ નથી રહ્યું, મહિલા રોકાણકારોની સંખ્યા પણ નોંધપાત્ર રીતે વધી રહી છે. NSEના એક રિપોર્ટ મુજબ દેશમાં કુલ 10.5 કરોડ રોકાણકારો છે, જેમાં જૂન 2025 સુધીમાં મહિલા રોકાણકારોનો હિસ્સો 27.8 ટકા જેટલો રહ્યો છે. વર્ષ 2022માં 22.5 ટકા મહિલા રોકાણકારો હતી. મતલબ કે 3 વર્ષમાં 5 ટકા જેટલો મહિલા રોકાણકારોનો હિસ્સો વધી ગયો છે.

મહારાષ્ટ્ર પહેલા નંબરે છે જ્યારે ગુજરાત બીજા નંબર પર છે. ગુજરાતમાં મહિલા રોકાણકારોનો હિસ્સો 27.8 ટકા જેટલો છે. જ્યારે મહારાષ્ટ્રમાં 28.4 ટકા

મહિલાઓ હવે ઘરની બહાર નિકળતી થઇ છે એટલે કામકાજના સ્થળોએ શેરબજારની ચર્ચાને કારણે મહિલાઓનો રસ વધ્યો છે. મહિલાઓ નાણાકીય સ્વતંત્રતા મેળવવા માંગે છે અને ફિક્સ ડિપોઝીટ કે સોનામાં રોકાણને બદલે શેરબજાર તરફ વળી છે.

error: Content is protected !!