fbpx

વિરોધ પક્ષનો મહાભિયોગ પ્રસ્તાવ:શું મુખ્ય ચૂંટણી કમિશ્નરને હટાવી શકાય?

Spread the love
વિરોધ પક્ષનો મહાભિયોગ પ્રસ્તાવ:શું મુખ્ય ચૂંટણી કમિશ્નરને હટાવી શકાય?

છેલ્લાં કેટલાંક દિવસોથી કોંગ્રેસ અને મુખ્ય ચૂંટણી કમિશ્નર વચ્ચે બબાલ ચાલી રહી છે. હવે બધા વિપક્ષોએ ભેગા થઇને મુખ્ય ચૂંટણી કમિશ્નર સામેની લડાઇ તીવ્ર બનાવી છે. કોંગ્રેસ નેતા ખડગેની આગેવાની હેઠળ મળેલી બેઠકમાં ભારતના મુખ્ય ચૂંટણી કમિશ્નર જ્ઞાનેશકુમારની સામે મહાભિયોગ પ્રસ્તાવ લાવવા માટે સંમતિ સધાઇ છે.

હવે સવાલ એ છે કે, દેશની સ્વાયત સંસ્થાના મુખ્ય ચૂંટણી કમિશ્નરને તેમના પદ પરથી હટાવી શકાય? બંધારણામાં મુખ્ય ચૂંટણી કમિશ્નરને હટાવવાની જોગવાઇ છે, પરંતુ મહાભિયોગ એવા શબ્દનો ઉપયોગ કરવામાં આવ્યો નથી. પરંતુ તેની જે પ્રક્રિયા છે તે મહાભિયોગ જેવી જ છે.

મુખ્ય ચૂંટણી કમિશ્નર સામે ભ્રષ્ટાચાર કે પક્ષપાત સાબિત થાય તો હટાવી શકાય અથવા તેઓ માનસિક કે શારિરીક રીતે અસમર્થ સાબિત થાય તો હટાવી શકાય.

લોકસભા કે રાજ્યસભામાં મહાભિયોગ પ્રસ્તાવ લાવી શકાય.

error: Content is protected !!