

દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 2 દિવસની ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે જેના કારણે ભાજપ નેતાઓ અને અધિકારીઓ તૈયારીમાં લાગી ગયા છે. હજુ સુધી પ્રધાનમંત્રી મોદીનો સત્તાવાર કાર્યક્રમ જાહેર થયો નથી, પરંતુ જાણવા મળેલી વિગત મુજબ 24થી 26 ઓગસ્ટ સુધી પ્રધાનમંત્રી ગુજરાતમાં છે. 24મીએ રાત્રે આવશે અને 25 અને 26 બે દિવસ કાર્યક્રમ રહેશે.
અમદાવાદના નિકોલમાં શહેર વિકાસ વિભાગની જુદી જુદી યોજનાના લોકાપર્ણ કરશે અને નિકોલમાં મોટી જાહેરસભા પણ કરશે એવું જાણવા મળ્યું છે. ઉપરાંત બહુચરાજીમાં મારુતીના ઇલેકટ્રીકલ વ્હીકલના પ્લાન્ટનું પણ પ્રધાનમંત્રી ઓપનીંગ કરવાના છે.
આ પહેલા એવી ચર્ચા હતી કે PM મોદી તેમના વતન વડનગર જશે, પરંતુ એ વિશે હજુ સુધી કોઇ કન્ફર્મેશન સામે આવ્યું નથી.