fbpx

ચૂંટણી પંચ કમિશનરના IAS દીકરી મેઘાએ X અકાઉન્ટ ડિલીટ કરી દેવું પડ્યું

Spread the love
ચૂંટણી પંચ કમિશનરના IAS દીકરી મેઘાએ X અકાઉન્ટ ડિલીટ કરી દેવું પડ્યું

ઉત્તર પ્રદેશના ગૌતમ બુદ્ધ નગરના DM મેધા રૂપમે પોતાના X એકાઉન્ટને અસ્થાયી રૂપે નિષ્ક્રિય કરી દીધું છે. સોશિયલ મીડિયા યુઝર્સ છેલ્લા કેટલાક દિવસોથી તેમને ટ્રોલ કરી રહ્યા હતા. મેધાના પિતા જ્ઞાનેશ કુમાર દેશના મુખ્ય ચૂંટણી કમિશનર છે. બિહારમાં મતદાર યાદીને લઈને ચૂંટણી પંચ (ECI) દ્વારા ઈન્ટેન્સિવ (SIR) હાથ ધરવામાં આવી રહ્યું છે. આ બાબતે સોશિયલ મીડિયા પર જ્ઞાનેશ કુમારની નિંદા કરવામાં આવી રહી છે.

DM1

આ ઉપરાંત વિપક્ષે અન્ય રાજ્યોમાં પણ તેમના પર મત ચોરીના ગંભીર આરોપો લગાવ્યા છે. આ મામલે જ્ઞાનેશ કુમારના પરિવાર અને સંબંધીઓ બાબતે પણ ટિપ્પણીઓ કરવામાં આવી રહી છે. ત્યારબાદ મેધા રૂપમે પોતાનું X એકાઉન્ટને નિષ્ક્રિય કરી દીધું છે. કેટલાક યુઝર્સે X પર લખ્યું કે, ‘જ્ઞાનેશ કુમારની દીકરીઓ અને જમાઈ મહત્ત્વપૂર્ણ પદો પર છે. તેમની તૈનાતી અને કામ કરવાની જગ્યાને લઈને પણ ઘણા પ્રકારના સવાલ ઉઠાવવામાં આવ્યા. જો કે, ઘણા લોકોએ આ મામલા સાથે મેઘા રુપમને જોડાવાનો વિરોધ કર્યો.

DM2

વિપક્ષી દળોએ મુખ્ય ચૂંટણી કમિશનર અને ભાજપ પર મત ચોરી અને પક્ષપાતનો આરોપ લગાવ્યો છે. રિપોર્ટ છે કે INDIA ગઠબંધનમાં તેમની સામે મહાભિયોગ પ્રસ્તાવ લાવવાની તૈયારી ચાલી રહી છે. જો કે, જ્ઞાનેશ કુમારે આ આરોપોને ફગાવી દીધા છે. મામલો ત્યારે ગરમાઈ ગયો, જ્યારે ECIએ આધાર કાર્ડ અને મતદાર ઓળખપત્ર જેવા દસ્તાવેજોને SIR પ્રક્રિયામાંથી બહાર રાખવાની જાહેરાત કરી.

DM3

આ મામલો સુપ્રીમ કોર્ટ સુધી પહોંચ્યો. આ દરમિયાન, ચૂંટણી પંચે બિહારની મતદાર યાદીનો પહેલો ડ્રાફ્ટ રોલ જાહેર કરી દીધો છે. જાણવા મળ્યું છે વિવિધ કારણોસર 65 લાખ મતદારોના નામ બહાર કરી દેવામાં આવ્યા છે. આ બાબતે બિહારમાં વિપક્ષ દ્વારા ઘણી યાત્રાઓ કાઢવામાં આવી છે. આ ઉપરાંત, રાહુલ ગાંધીએ ECI પર અન્ય રાજ્યોની મતદાર યાદી સાથે ગરબડી કરવાનો પણ આરોપ લગાવ્યો છે. બિહારવાળા કેસમાં સુપ્રીમ કોર્ટે ચૂંટણી પંચને તે 65 લાખ મતદારોના નામની યાદી જાહેર કરવાનો આદેશ આપ્યો છે. કોર્ટે એ પણ નિર્દેશ આપ્યો છે કે આ પ્રક્રિયામાં આધાર કાર્ડનો પણ સમાવેશ કરવામાં આવે.

error: Content is protected !!