

મુળ ભારતની મીરા મુરાતીને ફેસબુકના માલિક માર્ક ઝુકરબર્ગે 8700 કરોડ રૂપિયાની નોકરીની ઓફર કરી, પરંતુ મીરાએ આ નોકરી સ્વીકારવાનો ઇન્કાર કરી દીધો છે. જેને કારણે મીરા સોશિયલ મીડિયામાં ચર્ચામાં છે.
માર્ક ઝુકર બર્ગે મીરાને મેટાની સુપર ઇન્ટેલીજન્સ લેબ માટે જોબ ઓફર કરી હતી. મીરા અને તેની આખી ટીમને 8700 કરોડ રૂપિયા માર્ક તૈયાર થઇ ગયા હતા.પરંતુ મીરાએ પોતાના વિઝનને પ્રાથમિકતા આપી હતી.
મીરાએ પોતે થિકીંગ મશીન્સ લેબ નામથી ર્સ્ટાટઅપ શરૂ કર્યું છે અને તેણીએ 17000 કરોડ રૂપિયાનું ફંડ ભેગું કર્યું છે. નોકરી કરવા કરતા પોતાની જ કંપનીને આગળ લાવવા માટે મીરાએ નોકરી સ્વીકારવાની ના પાડી છે.
મીરા આમ તો અલ્બેનિયામાં જન્મેલી છે, પરંતુ તેના માતા-પિતા મુળ ભારતના છે.