fbpx

પ્રાંતિજ ના વજાપુર પાસે ટ્રક પાછળ બાઇક ધુસી જતા એક નુ મોત એક ને ઇજાઓ પોહચી

Spread the love

ટ્રક પાછળ બાઇક ધુસી જતા હિંમતનગર ના યુવાન નુ મોત
પ્રાંતિજ ના વજાપુર પાસે ટ્રક પાછળ બાઇક ધુસી જતા એક નુ મોત એક ને ઇજાઓ પોહચી
– ઇજાગ્રસ્ત ને ૧૦૮ મારફતે હિંમતનગર ખાતે ખસેડવામા આવ્યો
             


સાબરકાંઠા જિલ્લા ના પ્રાંતિજ ના વજાપુર પાટીયાપાસે બાઇક અને ટ્રક વચ્ચ અકસ્માત મા એક નુ મોત નિપજયુ હતુ તો એક ને સારવાર અર્થે ખસેડવા મા આવ્યો


 
હિંમતનગર-અમદાવાદ નેશનલ હાઇવે-૪૮ ઉપર હિંમતનગર થી પ્રાંતિજ તરફ આવી રહેલ ટ્રક પાછળ બાઇક ધુસી જતા બાઇક ઉપર જઇ રહેલ બે ને જીવલેણ ઇજાઓ પોહચી હતી જેમા બાઇક ઉપર જઇ રહેલ હિંમતનગર ના નૈમાન હુસેન સમીર હુસેન શેખ ઉ.વર્ષ-21 રહે ઝહીરાબાદ ,  હિંમતનગર તા.હિંમતનગર જિ.સાબરકાંઠા નુ ધટના સ્થળેજ કમકમાટી ભર્યુ મોત નિપજયુ હતુ તો અકસ્માત ને લઈ ને રોડ ઉપર થી જઇ રહેલ લોકો સહિત આજુબાજુ મા રહેતા લોકો દોડી આવ્યા હતા અને દોડી આવેલ લોકોમાંથી કોઇએ ૧૦૮ ને ફોન કરતા પ્રાંતિજ-હિંમતનગર બન્ને ૧૦૮ ધટના સ્થળે દોડી આવી હતી જેમા એક ઇજાગ્રસ્ત યુવાન ને  ૧૦૮ મારફતે હિંમતનગર ખાતે સારવાર અર્થે ખસેડવા મા આવ્યો તો અકસ્માત અંગેની  જાણ પ્રાંતિજ પોલીસ ને થતા પ્રાંતિજ પોલીસ પણ તાત્કાલીક અકસ્માત સ્થળે દોડી જઇ હતી અને ટ્રાફિક હળવો કર્યો હતો અને મૃતક ને પ્રાંતિજ સિવિલ ખાતે પીએમ અર્થે ખસેડવા મા આવ્યો હતો અને આગળની તપાસ હાથધરી હતી

જીલ રાવલ સાબરકાંઠા

error: Content is protected !!