fbpx

ફોરેસ્ટ ગાર્ડની ભરતી પ્રક્રિયામાં મોટો ફેરફાર, લેખિત પહેલા અને શારીરિક પરીક્ષા પછી લેવાશે

Spread the love
 ફોરેસ્ટ ગાર્ડની ભરતી પ્રક્રિયામાં મોટો ફેરફાર,  લેખિત પહેલા અને શારીરિક પરીક્ષા પછી લેવાશે

ગુજરાત ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટે વનપાલ (વર્ગ-3) ભરતીને લઈને નવા નિયમો જાહેર કર્યા છે. અત્યાર સુધીમાં આ ભરતીમાં સૌથી પહેલાં શારીરિક કસોટી લેવામાં આવતી હતી, પરંતુ હવે નવી વ્યવસ્થા મુજબ સૌપ્રથમ લેખિત પરીક્ષા લેવાશે.

Forest-Department1

વન વિભાગ દ્વારા બહાર પાડવામાં આવેલા નોટિફિકેશન મુજબ, લેખિત પરીક્ષા પાસ કરનારા ઉમેદવારોને જ આગળની શારીરિક કસોટી માટે પાત્ર માનવામાં આવશે. લેખિત પરીક્ષા પછી ઉમેદવારોનું મેરિટ જાહેર થશે અને તે આધારે ફિઝિકલ ટેસ્ટ માટે બોલાવવામાં આવશે.

સાથે જ એક વધુ મહત્વની જાહેરાત કરવામાં આવી છે કે, ભરતી પ્રક્રિયા પૂર્ણ થયા બાદ કુલ ઉમેદવારોના 20 ટકાનું વેઈટિંગ લિસ્ટ તૈયાર કરવામાં આવશે. ભવિષ્યમાં જરૂર પડશે ત્યારે વેઈટિંગ લિસ્ટમાંથી ઉમેદવારોને તક આપવામાં આવશે.

Forest-Department

આ બદલાવથી હવે વનપાલ ભરતી પ્રક્રિયા વધુ પારદર્શક અને વ્યવસ્થિત બનશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.

error: Content is protected !!