
-copy22.jpg?w=1110&ssl=1)
સુરતમાં અંદાજે 80000 ગણેશ પ્રતિમાની સ્થાપના કરવામાં આવી છે અને રંગેચંગે ગણોશોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે. સુરતમાં એક અનોખા ગણપતિનું આયોજન સામે આવ્યું છે.
સુરતના રાંદેર પાંચ પીપળા મહોલ્લાના યુવાનાઓ તાપી નદીમાં તરતી દીવાદાંડીની પ્રતિકૃતિ બનાવીને તેમાં ભગવાન ગણેશને બિરાજમાન કર્યા છે.
મડળના યુવાનો દરરોજ સવાર- સાંજ ગણપતિ બાપ્પાની આરતી કરવા માટે બોટમાં જાય છે. સામાન્ય લોકો ઓવારા પર ઉભા રહીને દર્શન કરી શકે છે.
રાંદેર પીપળા મહોલ્લાના યુવાનોનું કહેવું છે કે, 2006માં જ્યારે સુરતમાં પૂર આવ્યુ હતું ત્યારે તાપી નદીના પાણી આખા શહેરમાં ફરી વળ્યા હતા.એટલે ગણેશજી નારાજ ન થાય તેના માટે તાપી નદીમાં સ્થાપના કરવામાં આવી છે. પરંતુ વિસર્જન ગણેશની પ્રતિમાને તાપીમાંથી બહાર લાવીને ઘર આંગણે કરવામાં આવશે.