fbpx

ગૌતમ અદાણીએ 1000 કરોડ રૂપિયાનું પ્રાઇવેટ જેટ ખરીદ્યુ, 35 કરોડનું ઇન્ટીરીયર

Spread the love
ગૌતમ અદાણીએ 1000 કરોડ રૂપિયાનું પ્રાઇવેટ જેટ ખરીદ્યુ, 35 કરોડનું ઇન્ટીરીયર

એશિયાના બીજા નંબરના સૌથી ધનિક ગૌતમ અદાણીએ અમેરિકાની બોઇંગ કંપની પાસેથી 737 મેક્સ સીરિઝનું લકઝુરીયસ બિઝનેસ જેટ 1000 કરોડ રૂપિયામાં ખરીદ્યું છે. અદાણી પાસે આ પહેલા 10 વિમાન છે આ 11મું વિમાન તેમણે ખરીદ્યું છે.

અદાણીએ 737 મેક્સપ પ્રાઇવેટ જેટમાં સ્વીટરઝલેન્ડની કંપની પાસે 35 કરોડ રૂપિયાના ખર્ચે જેટમાં ઇન્ટીરીયરનું કામ કરાવ્યું છે.

આ વૈભવી જેટ લંડન સુધી નોન સ્ટોપ ઉડાન ભરી શકે છે અને અમેરિકા અને કેનેડા જવા માટે પણ માત્ર એક ફ્યુઅલ હોલ્ટ બાદ સરળતાથી ઉડી શકે છે.

અદાણીનું આ વિમાન આકાશમાં ઉડતી ફાઇવ સ્ટાર હોટલ જેવું છે.

ગણેશ ચતુર્થીના દિવસે અદાણીનું આ પ્રાઇવેટ જેટ અમદાવાદ એરપોર્ટ પર આવી પહોંચ્યું ત્યારે તેનું વોટર કેનનથી સન્માન કરવામાં આવ્યું હતું.

error: Content is protected !!